ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં જી.જી હોસ્પિટલ પાસે લટાર મારતી નીલગાય દેખાઈ, સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો

જામનગરની જીજી હોસ્પિટલમાં કે જ્યાં 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે ત્યારે અહીંથી નીલગાય પસાર થતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વિડીયો
સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વિડીયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 6:22 PM IST

જામનગર:જિલ્લામાં અવારનવાર શહેરના વિવિધ રાજ માર્ગો પર નીલગાય જોવા મળતી હોય છે. ત્યારે જામનગર શહેરની વચ્ચોવચ જીજી હોસ્પિટલ નજીક રાત્રે 3:20 વાગ્યે નીલગાય દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

થોડા દિવસો પહેલા જામનગરના લાલપુર બાયપાસ રોડ પર નીલગાય લટાર મારતી જોવા મળી હતી. તો આ વખતે જામનગરની જીજી હોસ્પિટલ કે જ્યાં 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે ઉપરાંત વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે ત્યારે અહીંથી નીલગાય પસાર થતી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આ નીલગાયનો વિડીયો તેમના કેમેરામાં કેદ કર્યો હતો. પરિણામે નીલગાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જામનગરમાં જીજી હોસ્પિટલ પાસે રાત્રે લટાર મારતી નીલગાય જોવા મળી (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટના મામલે જીવદયા પ્રેમીઓએ વન વિભાગને જાણ કરી છે અને નીલગાયને જંગલમાં છોડી દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જામનગરના આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નીલગાય વસવાટ કરે છે. ભૂતકાળમાં એક વખત નીલગાય શહેરમાં આવી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બની હતી.

અહીં વિચારવા જેવી બાબત છે કે, જંગલો કાપવાના પરિણામે વન્ય પ્રાણીઓ હવે શહેરોમાં આવી રહ્યા છે. અનેક વખત દીપડાઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ શહેરમાં આવી જતા હોવાની ઘટનાઓ સામે આવી છે.

આ પણ વાંચો:

  1. VIDEO: અમરેલીમાં જાફરાબાદી ભેંસ 3 સિંહોની સામે પડી, છેલ્લે સુધી જીવની સટોસટી ખેલાઈ
  2. શખ્સને કમર પર રિવોલ્વર લટકાવીને વીડિયો બનાવવો ભારે પડ્યો, પોલીસના ધ્યાને ચડતા ઉતાર્યો સીન-સપાટાનો નશો

ABOUT THE AUTHOR

...view details