કાલાવડના વિશ્વાસ ધામ આશ્રમમાં ગાયિકા સાથે ગેરવર્તન જામનગરઃ કાલાવડ તાલુકાના નવાગામ ખાતે વિશ્વાસ ધામ આશ્રમમાં છેલ્લા 2 મહિનાથી મંદિરમાં સાંસારિક જીવનનો ત્યાગ કરીને એક મહિલાએ સેવા પૂજા કરે છે. તેણીએ પોતાની જાતે મંદિરમાં સેવા પૂજા કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેણીના જ પરિજનોને આ ગાયિકા મંદિરમાં સેવા કરે તે પસંદ નહોતું. તેથી તેઓએ આ ગાયિકાને ઢોરમાર માર્યો અને ફિલ્મી ઢબે અપહરણ પણ કર્યુ.
સમગ્ર ઘટનાક્રમઃ વિશ્વાસ ધામ આશ્રમમાં એક ગાયિકાએ જાતે જ સાંસારિક જીવનનો ત્યાગ કરીને મંદિરમાં સેવાપૂજાનો ભેખ ધારણ કર્યો હતો. જે તેણીના પરિવારને પસંદ ન આવતા. પરિવારજનોએ એક દિવસે ગાયિકા સાથે ગેરવર્તન કર્યુ. જેમાં 2 સગા ભાઈઓ સહિત કુલ 9 લોકો આશ્રમમાં કાર લઈને ધસી આવ્યા. તેમણે મહિલાનું ઢીમ ઢાળી દેવું હોય તે રીતે ઢોરમાર માર્યો. ત્યારબાદ ફિલ્મી ઢબે મહિલાનું અપહરણ કર્યુ. આરોપીઓને કાયદાનો ડર ન હોય એ રીતે પોતાની સાથે લાવેલ કારમાં ગાયિકાનું અપહરણ કરી લઈ ગયા હતા. કારમાં પણ મહિલાને આ આરોપીઓ દ્વારા તને અને આશ્રમમાં રહેતા લોકોને મારી નાખવાની છે તેવી ધાકધમકી આપવામાં આવી.
કાલાવડના વિશ્વાસ ધામ આશ્રમમાં ગાયિકા સાથે ગેરવર્તન પોલીસ કાર્યવાહીઃ જામકંડોણા પોલીસ અને કાલાવડ પોલીસને મહિલાના અપરણના સમાચાર મળતા જ નાકાબંધી કરાવી હતી. જામકંડોરણા પોલીસે મહિલાને જે કારમાં લઈ જતા હતા તે કારને આંતરી લીધે અને અપહત્ય મહિલાને આરોપીઓના કબજામાંથી છોડાવી અને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપી. આરોપીઓ વિરુદ્ધ અપહરણ, માર મારવો તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાર્યવાહી જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે.
કાલાવડના નવાગામ પાસે આવેલા વિશ્વાસ ધામ આશ્રમમાં ગાયિકાના અપહરણની ઘટના સામે આવતા તમામ નવ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ પાસે રહેલા હથિયાર કબજે કરવામાં આવ્યા છે. જે આરોપી ફરાર થયા છે તેની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે. હાલ એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે...જયવીર સિંહ ઝાલા (ડીવાયએસપી, જામનગર ગ્રામ્ય)
- Surat Crime : સુરત પોલીસે બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં માત્ર 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી
- Surat: ઘર નજીક એકલી રમી રહેલી સાડા ચાર વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ, જાણો મામલો