ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો, 51 વર્ષના આધેડનું સાત દિવસની સારવાદ બાદ મોત - JAMNAGAR CONGO FEVER CASE

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રબારી પાડામાં રહેતા 51 વર્ષીય મોહનભાઈનું કોંગોથી મોત નિપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

જામનગરમાં કોંગો ફીવરનો કેસ
જામનગરમાં કોંગો ફીવરનો કેસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 10:46 PM IST

જામનગર: રાજ્યના જામનગરમાંથી કોંગો ફીવરનો એક કેસ નોંધાયો છે. 21 તારીખે 50 વર્ષના દર્દીને જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની છેલ્લા 7 દિવસથી સારવાર ચાલી રહી હતી. આ દર્દીમાં શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાઈ રહ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. જે બાદ હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી.

આધેડને આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા
વિગતો મુજબ, જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રબારી પાડામાં રહેતા 51 વર્ષીય મોહનભાઈનું કોંગોથી મોત નિપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે. જામનગરની જી.જી હોસ્પિટલમાં કોંગોગ્રસ્ત વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા હતા અને અહીં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પુણેની લેબોરેટરીમાં તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને મૃતકના સેમ્પલ કોંગો પોઝિટિવ આવ્યા છે. કોંગો રોગ પશુઓમાં રહેલી ઇતરડીથી ફેલાય છે. જામનગરની જી.જી હોસ્પિટલ અને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે.

જામનગરમાં કોંગો ફીવરનો કેસ (ETV Bharat Gujarat)

દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયા હતા. તેમનું ઢોર સાથેનું કામકાજ હતું. તેમના રિપોર્ટ પુણેની લેબમાં કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. દર્દીનું ગઈકાલે મૃત્યુ થયું છે.

કોંગો વાયરસના લક્ષણો

  • આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચક્કર આવવા.
  • સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ
  • મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.

ABOUT THE AUTHOR

...view details