સુરેન્દ્રનગર: સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે, ૨૫ જાન્યુઆરીના મોડી સાંજે અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર દેશના ૧૧૦ વ્યક્તિઓની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે, જે પૈકી સુરેન્દ્રનગર જીલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પદ્મશ્રી માટે તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
Padma shri award: પદ્મશ્રી મળવા પર હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી પર શુભેચ્છાનો વરસાદ - Padma Shri award
પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પ્રસિદ્ધી અને લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. તેમની લોકપ્રિયતા ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. હવે તેમના નામ આગળ પદ્મશ્રી લાગી ગયું છે. તેથી હવે તેઓ પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદી ઓળખાશે, પરંતુ તેમને એમ જ કંઈ પદ્મશ્રી જેવું સર્વોચ્ચ સન્માન નથી મળ્યું, તેની પાછળ શિક્ષણ અને સમાજ ઉપયોગી કાર્યોમાં તેમની નિસ્વાર્થ સેવા ભાવના અને અધધ આર્થિક સહાયની સાથે અન્ય ઘણી સરાહનીય બાબતો સામેલ છે.
Published : Jan 26, 2024, 1:15 PM IST
|Updated : Jan 26, 2024, 1:25 PM IST
પદ્મશ્રી મળવા બદલ ડો.જગદીશભાઈ ત્રિવેદીને રાજકીય-સામાજિક આગેવાનો, હોદ્દેદારોએ સહિત શહેરીજનોનો અભિનંદન પાઠવી રહ્યાં છે. તો પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડો.જગદીશ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરી સેવાકિય પ્રવૃતિઓ આજીવન શરૂ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ૧૦૮માં મન કી બાત કાર્યક્રમમાં ડો.જગદીશભાઈ ત્રિવેદી દ્વારા શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય માટે અત્યાર સુધીમાં આપેલ અંદાજે ૦૯ કરોડ જેટલી રકમના નિસ્વાર્થ દાન અને તેમના દ્વારા લિખિત સેવાનુ સરવૈયું નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ઝાલાવાડના વતની એવા ડો.જગદીશ ત્રિવેદીની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા સુરેન્દ્રનગર જીલ્લાનું નામ દેશ-વિદેશ સુધી રોશન થયુ છે.