બનાસકાંઠા:સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો માહોલ સર્જાયો છે. જે આ રવિવારે નીકળશે. આ સાથે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ આગામી અષાઢી બીજના દિવસે 35મી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીના બહેન શુભદ્રા તથા ભાઈ બળદેવજી 30 જૂનના રોજ ભગવાનને મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા.
થરાદમાં ભગવાન જગન્નાથજીનું મામેરુ ભરાયું, 49 હજાર રૂપિયાનું ભવ્ય મામેરુ - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024
રાજ્યભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જે પૂર્વે ભગવાનનું મામેરું ભરવામાં આવે છે. આ વર્ષે બનાસકાંઠામાં ચૌધરી સમાજ દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. મામેરાના પ્રસંગમાં ચૌધરી સમાજના તેમજ શ્રીરામ સેવા સમિતિ થરાદના આગેવાનો ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હજાર રહ્યા હતા, જાણો. Jagannath Rath Yatra 2024
Published : Jul 6, 2024, 7:45 AM IST
કુલ 49,000 રૂપિયાનું મામેરુ:આદેશ મંદિર ખાતે એક અઠવાડિયા માટે ભગવાન મોસાળમાં રોકાયા હતા. ત્યારબાદ કાલે બપોરે 4:00 વાગે ચૌધરી સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરુ ભરવામાં આવ્યું હતું. જેમાં ચૌધરી સમાજ દ્વારા એકવીસ હજાર રૂપિયા રોકડા 5,000ની વસ્તુઓ તથા સમાજના વિવિધ આગેવાનો દ્વારા 23000ની રકમ ચાંદલા તરીકે રૂપિયા આપવામાં આવ્યા હતા. આમ કુલ 49,000 રૂપિયાના આસપાસનું મામેરુ ભરવામાં આવ્યું હતું.
7 જુલાઇએ 35મી રથયાત્રા નીકળશે: આ મામેરાના પ્રસંગમાં આદેશ પરિવાર તથા ચૌધરી સમાજ, શ્રીરામ સેવા સમિતિ થરાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબત તભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથુસિંહ રાજપુત, જગદીશસિંહ પરમાર, ડો. કરસનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને વાજતે ગાજતે નિજ મંદિર તરફ પરત લઈ આવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આગામી 7 જુલાઇના રોજ બપોરે 2:00 વાગે થરાદ નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા નીકળશે.