ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેપ્યુટેશન પર BSFમાં કાર્યભાર સંભાળતા IPS પિયુશ પટેલ પાછા ગુજરાત આવશે - IPS PIYUSH PATEL GUJARAT

ગુજરાત કેડરના અધિકારીઓ અવારનવાર જાતે અથવા સરકાર તરફથી ડેપ્યુટેશન પર જાય છે...

IPS પિયુશ પટેલ (તસવીરમાં વચ્ચે)- file pic
IPS પિયુશ પટેલ (તસવીરમાં વચ્ચે)- file pic (X/@BSF_Tripura)

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 4:38 PM IST

અમદાવાદઃ ગુજરાત કેડરના 1998 બેચના આઈપીએસ અધિકારી પીયુષ પટેલને પરત ગુજરાત આવવાનો રસ્તો હવે ક્લિયર છે. ગુજરાત સરકારે તેમને બીએસએફમાંથી પરત ગુજરાત કેડરમાં મોકલવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી હતી. હવે 25મીએ સાંજે તેમની ડ્યૂટી પૂર્ણ થતા તેઓ તેમના કાર્યભારથી છૂટા થશે અને આગામી સમયમાં તેઓ ગુજરાતમાં પરત આવશે.

કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર દ્વારા આઈપીએસ અધિકારી પિયુષ પટેલ કે જે બીએસએફના આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમને પરત ગુજરાત પોલીસમાં લાવવાની વિનંતી કરી હતી.

અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત સરકારના મુખ્ય સચિવને પત્ર લખીને જાણકારી આપી હતી કે આ અધિકારીને સીમા સુરક્ષા દળ (બીએસએફ)માં આઈજીનું દાયિત્વ આપવામાં આવ્યું છે. તેથી તેમને ગુજરાતના ચાર્જથી મુક્ત કરવામાં આવે અને બીએસએફમાં ડેપ્યુટેશન તરીકે તેમનો અધિક્તમ કાર્યકાળ પાંચ વર્ષનો હશે. પત્રમાં તેમને આ જવાબદારી જે તે સમયે તુરંત સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું. જે તે સમયે ચર્ચા રહેલા આ અધિકારીને હવે ગુજરાત પાછા લાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર વતી કેન્દ્રીય ગૃહ વિભાગને કરવામાં આવેલી વિનંતી અનુસાર આ અધિકારીને તુરંત તેમની બીએસએફની જવાબદારીમાંથી છૂટા કરી તેમને તેમની મૂળ કેડર એટલે કે ગુજરાત કેડરમાં મોકલવામાં આવે.

આપને જણાવી દઈએ કે, 1971માં જન્મેલા પીયુષ પટેલ મૂળ અમદાવાદના રહેવાસી છે અને ઈલેક્ટ્રોનીક અને કોમ્પ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવેલી છે. તે અત્યાર સુદી એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સુરતના રેંજ આઈજી તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. બીએસએફમાં અત્યાર સુધીમાં તેમની બે વાર પોસ્ટિંગ થઈ છે. તે અગાઉ વર્ષ 2013માં કેન્દ્રીય ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારે તેઓ ડીઆઈજી બીએસએફ તરીકે કાર્યભાર સંભાળતા હતા. તે પચી 2016 સુધી તે બીએસએફમાં રહ્યા હતા. એટલું જ નહીં તેઓ અગાઉ ગાંધીનગરમાં આર્મ્ડ યૂનિટના આઈજી પણ રહી ચુક્યા છે.

  1. અમરેલીના ભાજપ નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટને લઇને જગાવી ચર્ચામાં, શું લખ્યું પોસ્ટમાં?
  2. શંખપ્રેમી દંપતીએ ઘરમાં બનાવ્યું શંખનું સંગ્રહાલય 'સમુદ્રાંશ', 750થી વધુ પ્રકારના શંખનો કર્યો સંગ્રહ

ABOUT THE AUTHOR

...view details