અમરેલીઃઅમરેલી જિલ્લાની અંદર છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા પાયલ ગોટી પત્રકાંડમાં આજે અમરેલીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના ધામા જોવા મળ્યા હતા. ડીજીપી આગળ પાયલ ગોટીએ કરેલી રજૂઆત મામલે આજે નિર્લિપ્ત રાય અમરેલિ ખાતે પહોંચ્યા છે. નિર્લિપ્ત રાયને અમરેલી સર્કિટ હાઉસ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા અને નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અમરેલી પોલીસ દ્વારા કથિત પત્રકાંડમાં એક યુવતીને રાત્રે પોલીસ મથકે બેસાડી રાખવા અને તેનો વરઘોડો કાઢવાને લઈને આરોપો લાગ્યા છે. જે મામલાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ વડા આઈપીએસ નિર્લિપ્ત રાય દ્વારા થવાની છે. આ મામલાને લઈને તેમની નિયુક્તિએ જ ઘણાને પરસેવો છોડાવી દીધો હશે. હાલ તેઓ અમરેલીમાં પોતાની ટીમ સાથે આવી પહોંચતા સહુની મીટ ત્યાં મંડાઈ હતી.
પત્રકાંડમાં અમરેલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ના ધામા (ETV BHARAT GUJARAT) ઉલ્લેખનીય છે કે, આઈપીએસ નિર્લિપ્ત રાય અગાઉ અમરેલીમાં જિલ્લા પોલીસ વડા તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન પણ ઘણા મામલાઓમાં તેમના દ્વારા કડકાઈથી તપાસ અને કાર્યવાહી આરંભાઈ હોવાના મામલાઓ જગ જાહેર છે.
પાયલ ગોટીને નિર્લિપ્ત રાય દ્વારા નિવેદનો લેવા માટે બોલાવવામાં આવ્યા છે. સર્કિટ હાઉસ ખાતે બનેલી ઘટના મામલે નિવેદન લેવામાં આવશે. પાયલ ગોટીને રાત્રીના સમયે લઈ જવામાં આવી તેમજ માર માર્યાના આક્ષેપ મામલે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવતા આજે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાની પોલીસની તમામ શાખાના અધિકારી ઉપસ્થિત રહ્યા છે અને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
- "સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું": અમિત શાહે કહ્યું- 'મહાકુંભમાં ટેન્ટમાં ઠંડીમાં રહીએ છીએ, 5 સ્ટાર હોટલમાં નહીં'
- હવે ગુજરાતના આ પડોશી રાજ્યમાં દારુબંધી, મુખ્યમંત્રી દ્વારા ધાર્મિક સ્થળોએ દારુ પર પ્રતિબંધની જાહેરાત