વલસાડ: રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં 28 લોકો જીવતા હોમાયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને વિવિધ સ્થળોએ આવેલા ગેમ ઝોન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તેમજ ત્યાં ફાયર સેફટી અને તકેદારીના પગલાં અંગે તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં વલસાડ જિલ્લામાં કેટલીક જગ્યાએ આનંદ મેળાઓ ચાલી રહ્યા છે તે સ્થળોએ વિશેષ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
કલેકટરના દિશા-નિર્દેશ અનુસાર તપાસ: વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવીને વલસાડ જિલ્લામાં આવેલા 7 જેટલા ગેમ ઝોન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ મોટા ભાગના ગેમ ઝોન હાલ સદંતર બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જ્યાં સેફ્ટી અને અન્ય તકેદારી બાબતે વિશેષ તપાસ કરવામાં આવી હતી.
ગેમ ઝોનમાં શેની કરાઇ તપાસ: ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી મેઝર્સ, બિલ્ડીંગ કોડ્સ, ઇલેક્ટ્રિક રેગ્યુલેશન્સ અને SOP સંબંધિત જોગવાઈઓ મુજબ સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર NOC, ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સહિતની ચકાસણી હાથ ધરાઈ હતી.
મોટા ભાગના ગેમ ઝોન બંધ હાલતમાં: આ સિવાય જિલ્લામાં કાર્યરત 7 ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરાઈ હતી જે તમામ હાલ બંધ હાલતમાં છે, જેમાં (1) કિડ્સ વંડરલેન્ડ, શાંતિ કોમ્પલેક્ષ, આસોપાલવ રોડ, વાપી, (2) રેમ્બો કિડ્સ ઝોન, સોનારસ બિલ્ડીંગ, કોપરલી ચાર રસ્તા, (3) ક્રેઝી કિડ્સ ગેમ ઝોન, દિશા એપાર્ટમેન્ટ, ચલા રોડ, વાપી, (4) ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટ, રોલા, વલસાડ, (5) અવધ ઉટોપિયા, ટુકવાડા ટોલપ્લાઝની બાજુમાં, વાપી, (6) બંબલ બી- કોફી કલ્ચર, ધરમપુર રોડ, વલસાડ અને (7) ક્રિઝલેન્ડ- એમ સ્કવેર મોલ, તીથલ જકાતનાકા પાસે, વલસાડનો સમાવેશ થાય છે. આમ વલસાડ જિલ્લા કલેકટરના દિશા-નિર્દેશ મુજબ વિવિધ ગેમઝોન અને આનંદ મેળાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે વલસાડના મોટા ભાગના ગેમિંગ ઝોન બંધ હાલતમાં હતા.
- ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો - Warning to fishermen by IMD
- રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ અકસ્માત, 28 લોકોના મોતથી અરેરાટી, મુખ્યપ્રધાને સહાય જાહેર કરી - Rajkot Fire Accident