ભાવનગરઃવિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઈટીવી ભારતે ચેતનાબેન કોઠારી સાથે ખાસ વાતચીત કરી હતી. પરંતુ તે પહેલા તેમના જીવન ઉપર એક નજર કરીએ. ચેતનાબેન કોઠારીનો જન્મ 26 ડિસેમ્બર 1960 ના દિવસે મહારાષ્ટ્રના દહાણું પાસે આવેલા પાલઘર ગામમાં થયો હતો. તેમના પિતા ત્રમ્બકલાલ શાહ અને માતાજી હસુમતી ત્રંબકલાલ શાહ તેમજ મોટક બે ભાઈઓ વિજય અને બકુલેશ હતા. તેમને નાનપણમાં પોતાના પિતાની છત્રછાયા અઢી વર્ષની ઉંમરે ગુમાવી હતી. જો કે માતાના જીવનભરના સંઘર્ષમાં ગરીબીની રેખા નીચે તેમને પોતાનું જીવન પણ વિતાવ્યું છે.
International Women's Day 2024: અઢી વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી,માતા સાથે સંઘર્ષ કર્યો, આજે છે ખુબ સફળ વ્યક્તિત્વ - International Womens Day
નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અને માતાની કઠિન પરિશ્રમ વચ્ચે જીવન જીવીને આજે ભાવનગરના વિજ્ઞાનનગરીમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેવા ચેતનાબેન કોઠારી સાથે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી. ચેતનાબેન કોઠારીએ પોતાના નાનપણથી લઈને આજ સુધીની સફરને વર્ણાવી હતી. ચાલો જાણીએ શું કહે છે ચેતનાબેન ?
Published : Mar 8, 2024, 6:06 AM IST
ચેતનાબેનનો અભ્યાસ અને લગ્ન જીવનઃ મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા ચેતનાબેનના પિતાના અવસાન બાદ તેમના માતાના સંઘર્ષ પછી તેઓ પાલઘરના આર્યન એજ્યુકેશન શાળામાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તેમનાથી મોટા બે ભાઈઓ છે જેમાં વિજય નામના મોટાભાઈ હાલ ડોક્ટર છે અને બકુલેશ નામનાભાઈ હાલ બિઝનેસમેન છે. જો કે ચેતનાબેનના લગ્ન ભાવનગરમાં વિક્રમભાઈ મણિકાંત કોઠારી સાથે થયા હતા, તેમના લગ્નજીવન બાદ તેમને બે દીકરા છે. જેમાં મોટો દીકરો કૃણાલ અને નાનો દીકરો જય છે. હાલમાં તેમનો મોટો દીકરો ફેક્ટરીનું કામ ભાવનગરમાં સંભાળે છે. જ્યારે બીજો દીકરો અમેરિકામાં વસવાટ કરીને ત્યાં કામ કરી રહ્યો છે.
સામાજિક યોગદાનઃ ચેતનાબેન કોઠારીના લગ્ન 1984 માં થયા હતા. તેમને મહારાષ્ટ્રમાં ધોરણ 11 અને 12 મુંબઈના વિલ્સન કોલેજમાં સાયન્સમાં બીએસસી તેમજ લેબોરેટરી ટેક્નિશિયન કોર્સ નિર્મલા નિકેતનમાં કર્યા હતા. ભાવનગરમાં લગ્નજીવન ગાળાના શરૂઆતમાં તેમને ભાવનગરની શ્રી અખીલ બહેરા મૂંગા શાળામાં બીએડ અને ડિપ્લોમા કોર્સ તેમજ મૂંગા બહેરા બાળકો માટેનો કોર્સ કર્યો હતો. બાદમાં તેઓ બહેરા મૂંગા શાળામાં આચાર્ય અને ટ્રેનિંગ કોલેજના કોર્ડીંનેટર તરીકે તેમને 37 વર્ષ સુધી કામ કર્યું હતું. હાલમાં તેઓ વિજ્ઞાન નગરીમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. આમ સંઘર્ષ કરીને તેઓએ પોતાનું જીવન સંવાર્યું છે. જો કે વધુ રસપ્રદ માહિતી જીવનની તેમને પોતાના ઇન્ટરવ્યૂમાં આપી હતી અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સંદેશો પણ મહિલાઓ માટે પાઠવ્યો હતો.