રીનાબેન શાહે નાનપણથી લઈને આજ સુધીની જીવન સફર વિશે મોકળા મને જણાવ્યું ભાવનગરઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે વાત કરવી છે ભાવનગરના રીનાબેન શાહની. હા, રીનાબેન શાહ એટલે ભાવનગરના પૂર્વ મેયર. રીનાબેન શાહનું જીવન અન્ય મહિલાઓ અને યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે રીનાબેને ઘણું યોગદાન આપ્યું છે. ETV BHARATએ રીનાબેન શાહ સાથે તેમના જીવન સફરને લઈને ખાસ વાતચીત કરી છે.
જેમણે કબ્રસ્તાનમાંથી રાતોરાત કરાવ્યો હતો રસ્તો પ્રાથમિક પરિચયઃ ભાવનગરના રીનાબેન શાહનો જન્મ 16 મે 1973ના રોજ થયો હતો. તેમના પિતા રમેશચંદ્રભાઈ શાહ ઈરિગેશન વિભાગમાં અધિકારી હતા. તેમની માતા કલ્પનાબેન આજે પણ તેમની સાથે છે. રીનાબેન શાહના નાના ભાઈ ડોક્ટર અમરીશ શાહ અને ભાભી ડોક્ટર પારૂલબેન સાથે તેઓ પોતાનું જીવન હાલમાં વીતાવી રહ્યા છે. રીનાબેન શાહ અપરણિત છે.
રીનાબેન શાહ 16મે 1973ના રોજ જન્મ્યા હતા અભ્યાસ અને સામાજિક યોગદાનઃ રીનાબેન શાહ નાનપણથી જ અભ્યાસમાં ઓછું મન ધરાવતા હતા. રીનાબેને MBAની ડીગ્રી ભાવનગર યુનિવર્સિટીમાંથી મેળવેલી છે. રીનાબેને પોતાનો શાળા કાળ દક્ષિણામૂર્તિ શાળામાં પસાર કર્યો હતો. તેમણે MBAમાં ફાયનાન્સ વિષયમાં ડીગ્રી મેળવી છે. ડિપ્લોમા ઈન સોફ્ટવેર ડિઝાઈનિંગ એન્ડ મેનેજમેન્ટમાં પણ તેમણે ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. ડિપ્લોમા ઈન નેચરોપેથી એન્ડ સાયન્સ અને યોગામાં ડિપ્લોમા કોર્સ પણ કરેલો છે. તેઓ હાલમાં ભાવનગરના મહિલા મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને કસ્ટમ રેડ્રેસલ ફોરમમાં સભ્ય પણ છે.
51 કોર્પોરેટર્સે તેમને મેયર તરીકે ચૂંટ્યા હતા શોખ અને વિદેશ પ્રવાસઃ પૂર્વ મેયર રીનાબેન શાહને ટ્રાવેલિંગ, મ્યુઝિક, આર્ટ એન્ડ હેન્ડિક્રાફ્ટ મેકિંગ અને હોર્સ રાઈડિંગનો શોખ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી ફ્રાન્સના નાગરિકો સાથે ચાલતા અમેટી ગ્રુપમાં પણ પ્રમુખ છે. આ ગ્રુપ સોશિયલ મીડિયા મારફત ચાલી રહ્યું છે. તેઓ આ ગ્રુપમાં 2003માં જોડાયા હતા. ભારત અને ફ્રાન્સના લોકો એકબીજાના દેશોમાં જઈને, એકબીજાના ઘરે રહીને, એકબીજાના દેશની સંસ્કૃતિ જાણી શકે તેવા હેતુથી આ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. રીનાબેન શાહ જોડાયા બાદ 200થી વધારે ફ્રાન્સના લોકો ભાવનગર અને ભાવનગરના લોકો ફ્રાન્સના નાગરિકોનક ઘરે મુલાકાત લઇ ચૂક્યા છે. સાંસ્કૃતિક આપ લે અને બંને દેશના નાગરિકો એકબીજાના ઘરે સાથે સમય વીતાવી શકે તેવા હેતુથી આ ગ્રુપ બનાવેલું છે.
રીનાબેન શાહે દક્ષિણામૂર્તિમાંથી લીધું છે શિક્ષણ હું દક્ષિણામૂર્તિમાં ભણેલી છું તેથી હું સંપૂર્ણ ઘડાયેલ છું. મને 51 કોર્પોરેટર્સ દ્વારા મત આપીને મેયર તરીકે ચૂંટવામાં આવી હતી. મેયર તરીકે મેં રાતોરાત નવાપરા કબ્રસ્તાનમાંથી રસ્તો બનાવ્યો હતો. રાત્રે રસ્તો બનાવવાની કામગીરી શરુ થઈ અને સવારે 9 કલાકે મેં એ માર્ગનું ઉદ્દઘાટન કર્યુ. મેં વાઘાવાડી રોડ પર 85 વૃક્ષોને માર્ગ પહોળો કરવા માટે કુરબાન કરવાને બદલે તેમનું રિપ્લાન્ટેશન કરાવ્યું હતું. આજે પણ વાઘાવાડી રોડ પર આ વૃક્ષો જોઉં તો મને ખૂબ સારુ લાગે છે...રીનાબેન શાહ(પૂર્વ મેયર, ભાવનગર)
- National Womens Day 2024 : રાષ્ટ્રીય મહિલા દિવસ 2024, સરોજિની નાયડુની જન્મજયંતિની ઉજવણી
- International Women Day: મલાઈકા અરોરાથી લઈને જેકી શ્રોફ સુધી સેલેબ્સે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા