અમદાવાદ:આઝાદીના આંદોલનમાં નારીનું અનોખુ યોગદાન રહેલુ છે. ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લેતા દરેક મહાનુભાવોને લતાબહેન ચરખાની વિશેષતા સાથે તે ચલાવતા શીખવાડી ગાંધીજીના આદર્શોની મહેક ફેલાવી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોમાં જોઈએ તો 2020માં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, 2014માં ચીનના પ્રમુખ શી ઝિંગ પિગ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, દ્રોપદી મૂર્મૂએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં લતાબેને તેઓને ચરખો ચલાવવાની તાલીમ આપી હતી.
ચીનના રાષ્ટ્રપતિને ચરખો ચલાવતા શીખવ્યું: આશ્રમમાં આવતા વિદેશી મહેમાનો વિશે વાત કરતા લતાબેન જણાવે છે કે, ઘણા મહાનુભાવો આશ્રમની મુલાકાત કરે છે. જેમાં અનેક દેશના રાષ્ટ્રપ્રમુખ તેમજ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી ઝિંગ પિગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેઓએ ચરખો જોઈને આશ્ચર્ય થયું અને તે કેવી રીતે કામ કરે છે ? તે વિશે તેમને જાણવું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચરખો કેવી રીતે કાર્ય કરે છે, તે જણાવ્યું હતું.
મહિલાના હકો માટે લડત:ગાંધીજીએ સામાજિક આંદોલનના કેન્દ્રમાં હંમેશાં નારીને આગળ રાખી છે. ગાંધીજીએ આજીવન સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરી છે. ગાંધીજીએ લાંબો સમય વિદેશમાં ગળ્યો હતો. આઝાદી પહેલા વિદેશની માફક ભારતમાં મહિલાઓને હકો મળતા ન હતા. તેથી ગાંધીજીએ મહિલાના હકો માટે લડત ઉપાડી હતી. ગાંધીજીએ મહિલાઓને દારૂબંધીના કામમાં લગાડી હતી. ભાઈઓને નશો ન કરવા માટે સમજાવાનું કામ પણ ગાંધીજીએ મહિલાઓને સોંપ્યું હતું. ગાંધીજીના વડાટગુરુ રામજીભાઈ બઢીયાના પત્ની ગંગાબેન બઢીયાએ તેમને વણાટ કામ શીખવ્યું હતું. આશ્રમમાં રહેતા દરેક સ્ત્રી પુરુષને પોતે માનવી હોવાનો અહેસાસ થતો હતો આશ્રમમાં કોઈપણ પ્રકારનું લિંગ ભેદભાવ થતો ન હતો.
ગાંધીજીના રચનાત્મક કાર્યમાં નારીનું ખૂબ મહત્વ:ગાંધીવારસાના નારીરત્નો પુસ્તકમાં ગાંધીજી સાથે જોડાયેલી નારીઓની વાત છે. આ પુસ્તકમાં માતા પૂતળી વિશે સુંદર લેખ લખવામાં આવ્યો છે. ગાંધીજીએ પોતાના પત્ની કસ્તુરબાને ગુરુનો દરજ્જો આપ્યો હતો. સરકારો સામેની લડાઈમાં અહિંસક પ્રતિકાર કેવી રીતે કરી શકાય તે ગાંધીજી કસ્તુરબા પાસેથી શીખ્યા હતા. આમ સ્ત્રી ઉન્નતીમાં ગાંધીજીનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. જેનું મહત્વનું કેન્દ્ર એવો ગાંધી આશ્રમ આજે પણ મહિલાઓને સમાનતાના પાઠ શીખવે છે.
ગાંધીજીએ વિદેશી કાપડની હોળી કરીને લોકોને સ્વદેશી અપનાવવાની હિમાયત કરી હતી. આર્થિક સ્વાવલંબનના પ્રગતિ સમાન ચરખાને આજે મહિલાના હકો માટેની લડત અને આઝાદીના પોશાક તરીકે પણ ઓળખીયે છીએ.