ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટાફનર્સની ભરતીમાં સરકાર ફરી ગઈ ! 650 ને બદલે માત્ર 200 ને મળશે નિમણૂંક પત્ર, ઉમેદવારો રોષે ભરાયા - Deduction recruitment Staff Nurse

આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા IKDRC (ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ) ખાતે 31 કેડરની એપ્રિલ-2023 ના વર્ષમાં જાહેર કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈને ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જાણો. Deduction of recruitment of Staff Nurse

650 ને બદલે માત્ર 200 ને મળશે નિમણૂક પત્ર, ઉમેદવારોનો ઉગ્ર વિરોધ
650 ને બદલે માત્ર 200 ને મળશે નિમણૂક પત્ર, ઉમેદવારોનો ઉગ્ર વિરોધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 4:45 PM IST

ગાંધીનગર: ગત એપ્રિલ-2023 વર્ષમાં (31 કેડર) ની ટોટલ 1156 પોસ્ટની જાહેરાત આપવામાં આવી હતી. જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવી હતી. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન થઇ ગયું છે જ્યારે અમુક કેડરની અનુગામી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ત્યારે તાજેતરમાં ભરતી પ્રક્રિયા બાબતે IKDRC ખાતે રૂબરૂ પુછતાજ કરતા નિયામક ડૉ. પ્રાંજલ આર. મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા માત્ર 650 જ છે. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં સંવર્ગમાં ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે ઉમેદવારોને નોકરી આપવાને બદલે પરીક્ષા ફી પેટે રૂપિયા 1,000 ઉઘરાવીને ભંડોળ એકત્ર કર્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે.

આઉટસોર્સ એજન્સી મારફત સ્ટાફની ભરતી:મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, સરકાર દ્વારા ન્યાયોચિત તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે IKDRC દ્વારા નિયમોનુસાર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લાયક ઉમેદવારોને નિમણુક આપવાના બદલે હાલમાં કરાર આધારિત આઉટસોર્સ એજન્સી મારફત સ્ટાફની ભરતી કરવામાં આવે છે.

2023 માં જાહેર કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા આજદિન સુધી પૂર્ણ નથી થઈ (Etv Bharat Gujarat)

ઉમેદવારોના ઉગ્ર પ્રશ્નો:સરકારના આરોગ્ય જેવા વિભાગની તાબાની સંસ્થા IKDRC દ્વારા પોતાની મનમાની દ્વારા જો સરકારની સેવામાં આવનાર ઉમેદવારો સાથે છેતરપીડી કરવામાં આવતી હોય તો સંસ્થા ખાતે આવતા લોકોના આરોગ્યની કાળજી પૂર્વક સારવાર કરવામાં આવતી હશે તે પણ એક પ્રશ્ન હશે, આવા તમામ પ્રકારના પ્રશ્નો ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહયા છે.

ભરતી પ્રક્રિયા અંગે સાચી માહિતી પણ આપવામાં આવી નથી: આ બાબતે ઉમેદવારોને પૂછતા તેમણે જણાવ્યું છે કે, 'IKDRCની વેકેન્સી 1156 માટે પડી હતી. જેમાં 650 સ્ટાફ નર્સની વેકેન્સી જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2023 એપ્રિલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ડિસેમ્બરમાં ભરતી માટેની પરીક્ષા લેવાઇ હતી. આ સ્ટાફ નર્સની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષા બાદમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મે, 2024 માં પરીક્ષાનો પરિણામ આવી ગયું હતું. ડોક્યુમેન્ટ વેરીફીકેશન થયા બાદ પણ ત્યાંથી કોઈ નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ભરતી પ્રક્રિયા અંગે સાચી માહિતી પણ આપવામાં આવી નથી. 650 ની વેકેન્સી બહાર પાડવામાં આવી હતી. પરંતુ હવે સરકાર ફરી ગઈ છે.' ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું કે, 'હવે માત્ર 200 લોકોને જ નિમણૂક પત્ર આપવામાં આવશે. બાકીના સ્ટાફનું કોઈ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે નાથી ઉપરાંત અન્ય કોઈ વેટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવશે નહીં. આથી બાકીના વિદ્યાર્થીઓને નિમણૂક આપવામાં આવશે નહીં. પરિણામે વિદ્યાર્થીઓ આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે જશે. ઉમેદવારોએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી છે.'

માત્ર 200 ઉમેદવારોને જ નિમણૂક કરવામાં આવશે:તેમણે વધુમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે. તેટલા ઉમેદવારોની નિમણૂક કરવી જોઈએ છે. જેમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન પણ હજી થયા નથી. IKDRC માં અમે સિલેક્ટ થતા અમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે, પરંતુ હજી સુધી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ઉપરથી એવો જવાબ આપવામાં આવે છે કે હવે માત્ર 200 ઉમેદવારોને જ નિમણૂક કરવામાં આવશે જોકે 650 ઉમેદવારોને તો લેવા જ જોઈએ છે.'

આ પણ વાંચો:

  1. તબીબો અને હોસ્પિટલ સામે જુનાગઢ ગ્રાહક ફોરમમાં 50 લાખના ચાર દાવા, જાણો શું હતો સમગ્ર મામલો ? - case in consumer forum
  2. શિકારી પીંજરામાં: શાહુડીનો શિકાર કરી તેનું માસ ખાતા બે શિકારીઓ જેલના હવાલે - police caught the porcupine hunter

ABOUT THE AUTHOR

...view details