ગુજરાત

gujarat

ETV Bharat / state

IN-SPACe Technical Center : અમદાવાદમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન, જાણો શું છે સુવિધા - NGE

અમદાવાદના બોપલમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવી ફેસિલિટી સ્પેસ ટેકનોલોજીના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહ, ઈસરોના ચેરમેન એસ. સોમનાથ તથા ઈન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએન્કા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બોપલમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર
બોપલમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 12:26 PM IST

Updated : Mar 6, 2024, 12:43 PM IST

અમદાવાદમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન

અમદાવાદ :કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યપ્રધાન ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે અમદાવાદના બોપલમાં અત્યાધુનિક ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવી ફેસિલિટી સ્પેસ ટેક્નોલોજીના ડિઝાઈનિંગ, ડેવલપમેન્ટ, સિમ્યુલેશન અને ટેસ્ટિંગમાં સ્પેસ નોન-ગવર્મેન્ટ એન્ટિટીને (NGE) સમર્થન પૂરું પાડવા માટે સંસાધનો સાથે સજ્જ છે.

ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર : સ્પેસ સેક્ટરમાં NGE માટે ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે તેમને નડતી અનેક સમસ્યાઓનું સમાધાન પૂરું પાડશે. આ સેન્ટરમાં ક્લાઈમેટ સિમ્યુલેશન ટેસ્ટ ફેસિલિટી (CSTF), થર્મલ એન્ડ વેક્યુમ એન્વાયર્નમેન્ટલ સિમ્યુલેશન ફેસિલિટી (TVAC), વાઇબ્રેશન ટેસ્ટ ફેસિલિટી (VTF), સ્પેસ સિસ્ટમ્સ એસેમ્બલી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ ચેકઆઉટ લેબોરેટરી, RF એન્ડ ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી અને AIT પ્રવૃત્તિઓ માટે સ્વચ્છ રૂમ સહિતની અનેક સુવિધાઓ છે.

અત્યાધુનિક સુવિધાથી સજ્જ સેન્ટર : આ સુવિધા અવકાશના કઠોર વાતાવરણના જેવી જ પરિસ્થિતિ હેઠળ સ્પેસ ટેકનોલોજીના આકરા પરીક્ષણ તથા માન્યતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં સ્પેસ સિસ્ટમ્સ ડિઝાઇન લેબ (SSDL) પણ છે, જે મિશન પ્લાનિંગ અને ડિઝાઈન એનાલિસીસ માટે ખૂબ જ જરૂરી સિમ્યુલેશન ટૂલ્સની એક્સેસ પૂરી પાડે છે. ટેક્નિકલ સુવિધાઓની સાથે સાથે અહીં કો-વર્કિંગ સ્પેસિસ પણ છે, જે NGE માં વિચારોના આદાનપ્રદાન કરવા માટે તથા રચનાત્મકતાને પ્રેરિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

સ્પેસ સ્ટાર્ટઅપની નવી નીતિ : કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટરનો પ્રારંભ એ ભારતીય અવકાશ ક્ષેત્રે મહત્વાકાંક્ષાઓ તથા તેમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટેનું એક મોટું પગલું છે. અમે ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં અમારો હિસ્સો 2 ટકાથી વધારીને 2033 સુધીમાં 8 ટકા લઈ જવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ, ત્યારે અમે નવી નીતિઓ રજૂ કરી છે અને રોકાણો તથા સ્પેસ સ્ટાર્ટઅપ્સને લગતા નિયંત્રણો હળવા બનાવ્યા છે. સ્પેસ સેક્ટરમાં FDI ને ખુલ્લી મૂકવી તે ખાનગી ક્ષેત્રના પ્રયાસોને વેગ આપવા તથા સ્પેસ ટેકનોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું એક પ્રગતિશીલ પગલું છે. સાથે મળીને આપણે ભારતને સ્પેસમાં લીડર બનાવીશું.

NGE મળશે સમર્થન :અવકાશ વિભાગના સચિવ તથા ઈસરોના ચેરમેન એસ. સોમનાથે ઈન-સ્પેસ સેન્ટરની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર ઉદ્યોગ સાહસિકોને સફળ થવા અને સ્પેસ ટેકનોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમને સશક્ત બનાવશે. તે તેમના અવકાશ ક્ષેત્રના સ્વપ્નને સાકાર કરવા તથા અવકાશ ક્ષેત્રે ભારતની સફરને સમર્થન આપવામાં મદદ કરશે. ઈસરો અને ઈન-સ્પેસ સાથે મળીને એક ઈકોસિસ્ટમ ઊભી કરશે જે સ્પેસ ઈકોનોમીના વિકાસને વેગ આપશે તથા એનજીઈને સશક્ત કરશે.

ભારતીય સ્પેસ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ :ઈન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએન્કાએ આ સેન્ટરની સહયોગાત્મક તક પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ઈન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર સ્પેસ સિસ્ટમના સિમ્યુલેશન, એસેમ્બલી અને ઇન્ટિગ્રેશન માટે અત્યાધુનિક ટેક્નિકલ સુવિધાઓ અને સહયોગાત્મક વર્ક સ્પેસીસથી સજ્જ છે. તેનો ઉદ્દેશ NGE ને તેમની પ્રારંભિક ડિઝાઈનને સંપૂર્ણ-કક્ષાની સ્પેસ પ્રોડક્ટ્સ/સોલ્યુશન્સમાં ફેરવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઊભા કરવાનો છે. એક જ છત હેઠળ આવશ્યક ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્સેસ પૂરી પાડીને ઈન-સ્પેસ પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સથી માંડીને હાલ કાર્યરત મોટી કંપનીઓ જેવી તમામ સ્પેસ એનજીઈને ટેક-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુલભ બનાવે છે. ઉપરાંત સ્પેસ સેક્ટરમાં વિકાસ માટે ખાનગી ઉદ્યોગો માટે એક સમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરે છે.

  1. Gaganyaan Mission Pilot : પીએમ મોદીએ કરી મિશન ગગનયાન માટે ચાર અવકાશયાત્રીની જાહેરાત
  2. Gandhinagar: ઈસરોના ચેરમેન ડૉ. એસ સોમનાથને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી
Last Updated : Mar 6, 2024, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details