ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કેવીએ જેટકો કંપનીના કર્મચારીઓ 3 મહિનાથી પગાર ના મળતા ધરણાં પરઃ ધારાસભ્ય પણ જોડાયા - Employees protest for salary - EMPLOYEES PROTEST FOR SALARY

પગાર બે દિવસ પણ મોડો પડે તો સામાન્ય વ્યક્તિના બજેટ પર કેવી અસર પહોંચે છે તેનો આપણને દરેકને લગભગ અંદાજ છે. હવે અહીં વલસાડની જેટકો કંપનીના કર્મચારીઓનો દાવો છે કે આઉટ સોર્સિંગના ત્રણ મહિનાના પગારથી તેઓ વંચીત છે. કેવી સ્થિતિ છે તે સહિત આવો જાણીએ... - Employees protest for salary

3 મહિનાથી પગાર ના મળતા ધરણાં
3 મહિનાથી પગાર ના મળતા ધરણાં (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 9:18 PM IST

3 મહિનાથી પગાર ના મળતા ધરણાં (Etv Bharat Gujarat)

વલસાડ:વલસાડ જિલ્લામાં 66 કેવીએ 15 સબ સ્ટેશનના આઉટ સોર્સના 135 કર્મચારીને છેલ્લા ત્રણ માસથી વેતન નહીં આપતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે ધરમપુરના આંબેડકર સર્કલ ઉપર ધારાસભ્ય અનંત પટેલની અધક્ષતામાં ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આઉટ સોર્સના કર્મચારીઓ જોડાયા હતા.

3 મહિનાથી પગાર ના મળતા ધરણાં (Etv Bharat Gujarat)

ધરમપુર ખાતે ધરણા પ્રદર્શન

66 કે વી એ સબ સ્ટેશનમાં આઉટ સોર્સ માં કામ કરતા 135 કર્મચારીને વેતન નહીં આપવામાં આવતા ત્રણ માસથી વેતનથી વંચિત રહેલા 135 કર્મચારીએ આજે ધરમપુર ખાતે બજારમાં આવેલા બાબાસાહેબ આંબેડકર સર્કલ ઉપર ધરણા પ્રદર્શન કર્યું હતું. જ્યાં તેમની સાથે ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા.

3 મહિનાથી પગાર ના મળતા ધરણાં (Etv Bharat Gujarat)

છેલ્લા ત્રણ માસથી વેતનથી વંચિત છે કર્મચારીઓ

જેટકો કંપનીમાં આઉટસોર્સમાં કામ કરતા 135 જેટલા કર્મચારીઓ છેલ્લા એક માસથી વેતન મેળવવા માટે વલખા મારી રહ્યા હતા. એક કર્મચારી દીઠ 11 હજાર રૂપિયા જેટલી રકમ વેતનની તેઓની બાકી બોલી રહી છે. છેલ્લા ત્રણ માસથી સતત તેઓને વેતન મળ્યું નથી. જેના કારણે તેઓને આર્થિક સ્થિતિ પણ નબળી બની ગઈ છે.

લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી

કર્મચારીઓ સાથેની વાતચિત દરમિયાન સામે આવ્યું હતું કે, છેલ્લા ત્રણ માસથી વેતનથી વંચિત રહેલા આઉટ સોર્સના 135 થી વધુ કર્મચારીઓ આર્થિક મુશ્કેલી પડી રહી છે. તેઓનો ઘર પરિવાર ચલાવવા તેમજ રોજિંદા પેટ્રોલ ખર્ચ કરીને સ્વખર્ચે તેઓ ફરજ ઉપર જઈ રહ્યા છે, એટલું જ નહીં કેટલીક લોનના હપ્તા ભરવા માટે પણ તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે છેલ્લા ત્રણ માસથી વેતન ન મળતા તેઓને આર્થિક પરિસ્થિતિ નબળી બની રહી છે.

વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં ધરણા પ્રદર્શન

66 કેવીએ જેટકોમાં આઉટસોર્સમાં જેબીએસ એજન્સીમાં લેવામાં આવેલા કામ કરતા 135 થી વધુ કર્મચારીઓ આજે ત્રણ માસથી વેતન ન મળતા વાસનાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આંબેડકર ચોક ખાતે ધરણા પ્રદર્શન નું આયોજન કર્યું હતું જે દરમિયાન કાર્યપાલક ઇજનેર પણ પહોંચ્યા હતા અને તેમણે જે બી એસ કંપનીના સંચાલક સાથે પણ ટેલીફોનિક વાતચીત કરી હતી. જે બાદ 10 દિવસમાં કર્મચારીઓનો પગાર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 15 દિવસ બાદ ત્રીજો પગાર ચૂકવાશે તે માટે દસ દિવસની માંગ મુકાઈ હતી, જે હાલ પૂરતી કર્મચારીઓએ સ્વીકારી છે.

દસ દિવસમાં વેતન નહીં ચુકવાઇ તો જિલ્લાના તમામ કર્મચારીઓ સાથે ધરણા પ્રદર્શન

ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, હાલ કોન્ટ્રાક્ટ એજન્સી જેબીએસ દ્વારા દસ દિવસની મોહલત આપવામાં આવી છે અને દસ દિવસ બાદ દરેક કર્મચારીના બે પગાર ચૂકવશે અને 15 દિવસ બાદ ત્રીજા માસનો પગાર પણ ચૂકવી દેવાશે એવી ખાતરી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આપી છે. દસ દિવસમાં જો આ કર્મચારીઓનો પગાર નહીં ચૂકવવામાં આવે તો 11 મા દિવસથી સમગ્ર જિલ્લામાં વેતનથી વંચિત રહેલા 300 થી વધુ કર્મચારીઓ સાથે અનંત પટેલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

કર્મચારીઓ ના આવતા કામગીરીમાં મુશ્કેલી

વાપી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર વીવી શાહે જણાવ્યું કે, કોન્ટ્રાક એજન્સી દ્વારા તેઓને દસ દિવસમાં બે પગાર ચૂકવવા માટે નક્કી કરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓ ફરજ ઉપર ન આવતા હાલ જેટકો કંપનીને પણ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

શું માંગણી કરી રહ્યા છે કર્મચારી

ત્રણ માસથી વેતનથી વંચિત રહેલા 135 જેટલા કર્મચારીઓ નિયમિત વેતન મળે તેની માંગ કરી રહ્યા છે. સાથે જ તેઓને ઉપયોગમાં આવે તેવા જરૂરી સેફટી સાધનો જેવા કે સેફટી બુટ હેલ્મેટ ક્લોઝ તેમજ તેઓનો પીએફ પણ કપાય તે માટેની તેઓની માંગણી છે.

જેબીએફ કંપનીએ 10 દિવસની મોહલત માંગી

જેટકો કંપનીમાં આઉટસોર્સના કર્મચારીઓને હાયર કરતી જેબીએસ કંપની દ્વારા ત્રણ માસથી પગાર નહીં ચૂકવતા 135 જેટલા કર્મચારીઓ ધરણા પ્રદર્શન ઉપર બેઠા હતા. જ્યાં વાપીના કાર્યપાલક ઈજનેર એસએસ પટેલ પહોંચ્યા હતા અને તેમણે જેબીએસ કંપનીના સંચાલક સાથે ટેલિફોનિક વાતચીત કરાવતા કંપની સંચાલકે દસ દિવસની મોહલત માગી છે. દસ દિવસમાં તમામ કર્મચારીઓનો પગાર ચૂકવવા માટેની વાત કરી છે. જે બાદ હાલ પૂરતું ધરણા પ્રદર્શન સંકેલી લેવામાં આવ્યું છે, પરંતુ 11 મા દિવસ સુધી જો પગાર ન ચૂકવાય તો ફરીથી ચોક્કસ મુદતનું ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વલસાડ જિલ્લામાં 66 કેવીએ જેટકોમાં આઉટસોર્સમાં કામ કરતા 135 કર્મચારીઓને ત્રણ માસથી પગારથી વંચિત રહ્યા છે પરંતુ હજુ દસ દિવસ પગાર માટે રાહ જોવી પડશે.

  1. રીંછ બાદ હવે અજગરનું રેસ્ક્યૂ: જુઓ ભાદરવી પૂનમના મહામેળા પહેલા અંબાજીના પાંછામાં કરાયું અજગરનું રેસ્ક્યૂ - 10 feet long python rescued
  2. જૂનાગઢની આ ગણેશજીની મૂર્તિમાં થશે અયોધ્યાના રામલલાના દર્શન, જુઓ... - ganesh chaturthi 2024

ABOUT THE AUTHOR

...view details