ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં આવેલું એક એવું 'ધામ', જ્યાં વડીલો બાળકો બનીને માણે છે જિંદગીનો સાચો 'ઉમંગ' - Bhavnagar UMANGDHAM - BHAVNAGAR UMANGDHAM

ભાવનગર શહેરમાં 19 વર્ષથી ચાલતા ઉમંગધામમાં બધા જ વૃદ્ધ ભેગા થઈને બાળક બની પોતાના ઉમંગોને પૂર્ણ કરી રહ્યા છે. ઘરમાં એકલા એકલા નથી ગમતું આથી, વૃદ્ધ બહેનો ભાઈઓ ઉમંગધામમાં આવી મનમાં આવે તેવી મજા કરે છે. નવા લોકોને મળે છે અને સાથે ભોજન કરી સંતોષ, ખુશીની અનુભૂતિ કરે છે. જાણો સૌ વૃદ્ધ નું શું કહેવું છે ઉમંગધામ વિશે... Bhavnagar UMANGDHAM

ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા
ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 1:25 PM IST

ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા (ETV Bharat Gujarat)

ભાવનગર: મનુષ્યની એક એવી અવસ્થા કે જેમાં ઉમંગ તો હોય છે પરંતુ તેને માણવા માટેની વ્યવસ્થા હોતી નથી. શરીર જરૂર વૃદ્ધ થાય છે પરંતુ મનમાં ઉભરતા તરંગોને માણવા માટે સ્થળ કે માધ્યમ હોતું નથી. પરંતુ આજે આપણે ભાવનગરમાં છેલ્લા 19 વર્ષથી વૃદ્ધોને યુવાન બનીને ઉમંગ સાથે ઝુમવાના સ્થળની વાત કરીએ છીએ. ભાવનગરના ઉમંગધામમાં વૃદ્ધો આજે ત્યાં જઈને ફરી યુવાન બની આનંદ કરે છે.

ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા (ETV Bharat Gujarat)

ભાવનગરમાં 19 વર્ષથી ચાલતું ઉમંગધામ:ભાવનગર શહેરમાં 19 વર્ષથી ચાલતા ઉમંગ ગામના સંચાલક ગુણવંતભાઈ બી રાઠોડે જણાવ્યું હતું કે, અમે મંગળવાર અને શનિવાર 10 થી 4 વાગ્યા સુધી અહીંયા મળિયે છીએ. જેમાં અમે ગીતો, ભજનો,ભક્તિ ગીતો, પ્રવાસ પછી જન્મદિવસની ઉજવણી વગેરે કાર્યક્રમ અહીંયા રોજ કરીએ છીએ. વડીલોને આનંદ થાય તેવા કાર્યક્રમ કરીયે છીએ. આ ઉમંગધામ 2006ની સાલથી શરૂ થયું છે અને તેની શરૂઆત PNR સોસાયટીથી શરૂ કરી છે, જેનું સંચાલન હું કરું છું. અહીંયા ખૂબ બધા માણસો ભેગા થાય છે. અમારા આ ઉમંગધામમાં 400 મેમ્બર છે અને એમાંથી 100 માણસ હોય છે, જેઓ એમાં ગીતો,ભજનો પછી સરસ મજાનો પ્રોગ્રામ નૃત્ય ગીતો વગેરે લોકોને આનંદ આવે તેવા કાર્યક્રમ કરીયે છીએ."

ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા (ETV Bharat Gujarat)

ઉમંગધામમાં આવતા બધા જ વૃદ્ધ કરે છે ડાન્સ: ઉમંગધામ સાથે વર્ષોથી જોડાયેલી મહિલાઓ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. ત્યારે ગીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, "હું અહીંયા 12 વર્ષથી ઉમંગધામમાં આવું છું. એટલે જાણે કે આપણે આ ઉંમરે દવા કે એની જરૂર પડે, તેવું આ એક જાતનું ટોનીક છે. એટલે અમેં મંગળવાર અને શનિવાર એમ બે દિવસ અહીંયા રહીએ છીએ, અમે બંને જણ આવીએ છીએ અને બહુ મજા આવે છે. અમે ઘરની બધી જવાબદારીમાંથી હવે મુક્ત છીએ એટલે એમને ખૂબ સારું પડે છે. અહીંયાથી અમે જેમ ફ્રેશ થઈને જઈએ એવું સારું ક્યાંય લાગતું નથી. અમે અહીં ડાન્સ કરીયે,ગરબા રમીએ છીએ.

ભાવનગરમાં 19 વર્ષથી વડીલોની પોતાની દુનિયા (ETV Bharat Gujarat)

ઘરમાં એકલા એકલા ગમતું ન હતું : કીતાબેન પંડ્યાએ જણાવ્યું કે, "હું અહીંયા સાતેક વર્ષથી આવું છું. આપણને ખબર છે મ્યુઝિક એક થેરાપી છે. એ થેરાપીને અનુલક્ષીને અમે ફિલ્મી ગીતો, ભજનો, નાટકો કરીયે છીએ. મારી વાત કરું તો હું દોઢ મહિનાથી આવી છું,મને ઘરે એકલા એકલા ગમતું નોહતું, ઘરે છોકરા છે એ એની રીતે રહે છે અમે ક્યાં જઈએ, જેને પણ આ ઉમંગધામની સ્થાપના કરી અમે એનો આભાર માનીએ." ભુપેન્દ્રભાઈ મુનિએ જણાવ્યું હતું કે, "અહીંયા મારી સિવાય પણ દરેક સિનિયર સિટીઝનો બાળકોની જેમ અનુભૂતિ કરે છે અને યંગસ્ટરની જેમ અહીંયા બધા સમય વિતાવે છે જે ઘરે નથી મળતું. આવો સમય અમે બાળકોની સાથે વિતાવી શકતા નથી, એટલે અમારા માટે ટોનીક કહો તો ટોનીક અને અમારી માટે આ એક બહુ સરસ મજાનું વૃદ્ધાવસ્થા ભુલવાનું સ્થળ છે."

બધા જ વૃદ્ધો ભેગા મળીને સાથે જમે છે. (ETV Bharat Gujarat)

વૃદ્ધ પોતાની આવડતનો લાભ આપે :ડોક્ટર મહેન્દ્રકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે મારો પોતાનો દાખલો આપૂ કે મારી પોતાની અત્યારે 85 વર્ષની ઉંમર છે, મારો વ્યવસાય જ્યોતિષનો છે, એટલે બધા અહીંયા એન્જોય કરીએ છીએ. તમે જોયું એ પ્રમાણે બધા પોતપોતાની પસંદગી પ્રમાણે ગીતો ગાય છે અને એન્જોય કરીએ છીએ. ખાસ કરીને તો બુધાભાઇ પટેલ દ્વારા પ્રેરણા મળી છે.મણીબા ઉમંગધામના જેટલા સભ્યો છે એ લોકોને મેં ઓફર કરી છે મારો પ્રોફેશનલ સબ્જેક્ટ છે છતાં ફ્રી ઓફ ચાર્જમાં હું જ્યોતિષનું કન્સલ્ટેશન કરી આપીશ.

  1. કળાના કસબી કમળાબા, 65 વર્ષના કમળાબાએ 15 વર્ષની વયે શીખી હતી મોતીકામની કળા - Attractive and intricate pearl work
  2. કચ્છની મહિલા જેણે આવડતને બનાવી આજીવિકાનું સાધન, 120 મહિલાઓને કરી આત્મનિર્ભર - A self reliant woman

ABOUT THE AUTHOR

...view details