ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ETV Bharat / state

કીમમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર: ત્રણે આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું. - An attempt to overturn a train

સુરત જિલ્લાના કીમ-કોસંબા વચ્ચે કિમ નદીના બ્રિજ પર રેલવેના ટ્રેક પર વહેલી સવારે ટ્રેકના 71 પેડલોક અને 2 ફિશ પ્લેટ ખોલી ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

કીમમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રમાં ત્રણે આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું.
કીમમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રમાં ત્રણે આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું. (Etv Bharat gujarat)

સુરત: જિલ્લાના કીમ-કોસંબા વચ્ચે કિમ નદીના બ્રિજ પર રેલવેના ટ્રેક પર વહેલી સવારે ટ્રેકના 71 પેડલોક અને 2 ફિશ પ્લેટ ખોલી ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી હતી. જેને લઇને સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇને દેશની NIA ગુજરાત ATS અને સુરત જિલ્લાની અલગ અલગ પોલીસ એજન્સીઓ કામે લાગી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

આરોપીઓએ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું: પોલીસની ઉંડાણપૂર્વક તપાસમાં રેલવેમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેઓને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

કીમમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રમાં ત્રણે આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યું. (Etv Bharat gujarat)

આરોપીઓએ ટ્રેનના ફિશલોક અને પેડલોક ખોલ્યા: ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર સુભાષ પોદારે પાનાનું લઇને ફિશ પ્લેટ ખોલી હતી. આ દરમિયાન નટ ફરી જતાં શુભમ જયસ્વાલે પથ્થર મૂકી પગ રાખ્યો હતો અને ફિશ પ્લેટ ખોલવામાં સુભાષને મદદ કરી હતી. તેમજ અન્ય કર્મી મનીષ મિસ્ત્રીએ હાથમાં ટોર્ચ રાખી અજવાળું કર્યું હતું. તેમજ ટ્રેનો પર નજર રાખી હતી. પછી ફિશ પ્લેટ ખુલ્લી જતાં ઘણની મદદથી એક પછી એક પેડલોક ખોલી દીધા હોવાનું તેવું સામે આવ્યું હતું.

પ્રમોશન અને એવોર્ડ માટે સમગ્ર કાવતરું: મુખ્ય આરોપી સુભાષ પોદારે પોતાને એવોર્ડ મળે, પ્રમોશન થાય અને તેઓની નાઈટ ડ્યુટી ચાલુ રહે તે માટે સાથી રેલવેના મિત્રો સાથે મળી આ કાવતરું રચ્યું હતું. પરતું કહેવાય છેને કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. એમ ફકત 2 દિવસમાં પોલીસે સમગ્ર કાવતરા પરથી પડદો ઊંચકી લીધો હતો.

આ પણ વાંચો:

  1. આધાર અપડેટ માટે લોકોની ભારે ભીડ: વલસાડ જિલ્લામાં 93 માંથી 23 કીટ બંધ હાલતમાં, માત્ર 70 કાર્યરત - valsad news
  2. પાટણ મામલતદાર કચેરીએ રાશન કાર્ડના E-KYC ન થતા લોકો પરેશાન, કચેરી અરજદારોથી ઉભરાઈ - Crowd of people for e KYC

ABOUT THE AUTHOR

...view details