ગુજરાત

gujarat

ETV Bharat / state

ફરિયાદી જ નીકળ્યો આરોપી ! સાબરકાંઠામાં દોઢ કરોડની ચકચારી ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ - FAKE ROBBERY CASE

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલીસ મથકે દોઢ કરોડની લૂંટની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે ઉલટતપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

સાબરકાંઠામાં પોલીસે આરોપી પાસેથી દોઢ કરોડ જપ્ત કર્યા
સાબરકાંઠામાં પોલીસે આરોપી પાસેથી દોઢ કરોડ જપ્ત કર્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 9:19 PM IST

Updated : Oct 7, 2024, 11:00 PM IST

સાબરકાંઠા: કહેવાય છે કે પૈસા એ પાપનું મૂળ છે. ત્યારે આવો જ કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે. જ્યાં દોઢ કરોડની લેવડદેવડ મામલે લૂંટનો તખ્તો તૈયાર કરનારા 2 આરોપીઓને પોલીસે ઝડપી લઇ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.

દોઢ કરોડના લૂંટની ફરિયાદ: સમગ્ર ઘટના આ પ્રમાણે છે કે, જેમાં પ્રાંતિજના નેશનલ હાઇવે નંબર 48 નજીક દોઢ કરોડની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા સમગ્ર મામલો બનાવટી સાબિત થયો છે. 5 દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ મથકે દોઢ કરોડની લૂંટ થયાની અશ્વિન પટેલે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ મામલે પોલીસે ઉલટ તપાસ કરતા તલોદના કેવિન મહેતા પાસેથી દોઢ કરોડની રકમ ધંધા માટે લેવાઈ હતી. જોકે અશ્વિન પટેલની ICICI બેન્કમાંથી રકમ લઈ જતી વખતે સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે કીમિયો ઘડ્યો હતો.

સાબરકાંઠામાં દોઢ કરોડની ચકચારી ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ (etv bharat gujarat)

ફરિયાદીએ પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી: જેમાં આરોપીના ફોઈના દિકરા મહેશ પટેલની પણ સંડોવણી ખુલી હતી. જે અંતર્ગત દોઢ કરોડ રૂપિયા બેંકમાંથી લઈ આવી રહેલા અશ્વિન પટેલે પૈસા પોતાની પાસે રાખવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું. જેમાં તેની પોતાના ફોઈના દિકરાને ચોક્કસ હિસ્સો આપીને પૈસા બારોબાર કરી લેવા માટે પોતાની ગાડીનું ટાયર બદલતી વખતે અજાણ્યા 2 શખ્સો દ્વારા પૈસા ભરેલા 2 થેલા લઈ ફરાર થઈ જવાનું જણાવી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીઓને ઝડપ્યા: જો કે પોલીસે સમગ્ર મામલે જીણવટભરી તપાસ કરવાની સાથોસાથ ફરિયાદીની જ ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સાથોસાથ પોલીસે આ મામલે અશ્વિન પટેલ પાસેથી મોબાઇલ ગાડી તેમજ તેની ફોઈના દિકરા મહેશ પટેલ પાસેથી દોઢ કરોડ રુપિયા રિકવરી કરતા સમગ્ર તરકટ રચાયું હોવાનું ખુલ્યું હતું. સાથોસાથ પોલીસે આ મામલે 1 કરોડ 53 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટકાયત કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે કહી શકાય કે પૈસા મેળવવાની લાલચમાં આજના સમયમાં કલ્પી ન શકાય તેવા તરકટોને આરોપીઓ અંજામ આપતા હોય છે.

આ પણ વાંચો:

  1. ગુજરાત ATSએ ભોપાલમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી, 1,814 કરોડનું MD ડ્રગ્સ હાથ લાગ્યું - Gujarat ATS seizes MD Drugs
  2. ગાંધીધામના ખારીરોહરમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 120 કરોડ - Kutch drug
Last Updated : Oct 7, 2024, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details