અમદાવાદઃઅત્યાર સુધી આપણે નકલી ઘી, તેલ, ખાણી પીણી, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓના કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ હવે અમદાવાદમાં નકલી કોર્ટનો મામલો સામે આવ્યો છે. અમદાવાદની સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. આવી નકલી કોર્ટનો પરદાફાશ થતા જ આખા ગુજરાતમાં ખડભડાટમચી ગયો છે. આ મામલે નકલી વાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને આજે કારંજ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
નકલી કોર્ટ બનાવવા મામલે શખ્સને અમદાવાદની અસલી કોર્ટમાં રજૂ કરાયોઃ કહ્યું 'કબૂલાત કરવા પોલીસે માર માર્યો' - FAKE COURT IN AHMEDABAD
નકલી કોર્ટ બનાવી કાર્યવાહી કરવાના મામલામાં એક શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માગણી કરી હતી. - Fake court in Ahmedabad
Published : Oct 22, 2024, 10:30 PM IST
અમદાવાદમાં નકલી કોર્ટરૂમ બનાવીને બોગસ જજ બની છેતરપિંડી કરવાના આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપી એ કોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસે ગુનો કબૂલવા માટે માર માર્યો છે ત્યાર પછી આરોપીની ફરિયાદ સાંભળીને કોર્ટે આરોપીને મેડિકલ ચેક કરાવવાની મંજૂરી આપી હતી આ અંગે આવતીકાલે 3:30 કલાકે વધુ એક વખત આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચનને મેટ્રોકોટમાં રજૂ કરવામાં આવશે અને આરોપીની રિમાન્ડ અરજી પર સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન કથિક રીતે તરીકે કામ કરતો હતો અને જમીન સંબંધિત કેસોમાં ગ્રાહકોની તરફેણમાં ખોટા ચુકાદા આપતો હતો. તે બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી અંગે અમદાવાદના સીટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર હાર્દિક સાગર દેસાઈની ફરિયાદને પગલે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.