ગુજરાત

gujarat

ETV Bharat / state

'મા'થી છૂટા થઈ દીપડાના બે બચ્ચા કૂવામાં પડ્યા: વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું - LEOPARD RESCUE

તાપીમાં દીપડાના 6 થી 7 મહિનાના બે બચ્ચા કુવામાં પડી જતાં વન વિભાગ દ્વારા તેમનું હેમખેર રેસ્ક્યૂ કરાયું.

'મા'થી છૂટા થઈ દીપડાના બે બચ્ચા કૂવામાં પડ્યા
'મા'થી છૂટા થઈ દીપડાના બે બચ્ચા કૂવામાં પડ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 10:57 PM IST

તાપી: જિલ્લાનાં વ્યારા તાલુકામાં આવેલ ઝાખરી ગામે કુવામાં દીપડાના બે બચ્ચાં ખાબકી ગયા હતા. ગ્રામજનોએ આ ઘટનાની જાણ થતાં તેમણે વ્યારા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાના 6 થી 7 માસના બે બચ્ચાં સુરક્ષિત કુવામાંથી બહાર કાઢ્યા હતા. સાથે સાથે બચ્ચાઓની તબિયત સહીસલામત હોવાથી તેઓ તેમની મા સાથે મળી જાય તે માટે દીપડાના બચ્ચાઓને ત્યાં જ સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા હતા.

'મા'થી છૂટા પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કરવા મારે વન વિભાગના અધિકારીઓ દ્વારા એક લાકડાની સીડી બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ આ સીડીને કૂવામાં કૂવામાં ફેંકવામાં આવી હતી. જે બાદ બંને દીપડાના બચ્ચાઓ આ લાકડાની સીડી મારફતે ઉપર તરફ આવ્યા હતા અને કુવાની બહાર નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે, વન વિભાગે ગ્રામજનો અને એનિમલ ટીમની સાથે મળી દીપડાઓનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.

કુવામાં પડી જતાં વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું હેમખેર રેસ્ક્યૂ કરાયું (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. તહેવાર અને વેકેશનના સમયમાં ગિરનાર રોપવેમાં 10% નો કરાયો ભાડા વધારો
  2. ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ વુડના ટુકડા ચોરાયા, વનવિભાગે અફવા ગણાવી

ABOUT THE AUTHOR

...view details