ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 7 વર્ષીય બાળકી બની 52 વર્ષીય આધેડના વિકૃત હવસનો શિકાર - 7 year old girl became victim - 7 YEAR OLD GIRL BECAME VICTIM

સુરતમાં 7 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર 52 વર્ષીય આધેડની સુરત પોલીસ ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માહિતી મળી કે આ વ્યક્તિ સતત પોર્ન ક્લીપ જોવાનો આદિ હતો. વધુ માહિતી માટે વાંચો આ અહેવાલ. 7 year old girl became victim

સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી
સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 10:43 PM IST

સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર 52 વર્ષીય આધેડની સુરત પોલીસ ધરપકડ કરી (Etv Bharat Gujarat)

સુરત:સતત પોર્ન સાઇટ જોઇ સેક્સ મેનિયાક બની ગયેલાં લીંબાયતના વાસણના વેપારીએ નજીકની સોસાયટીમાંથી પોતાના પૌત્ર સાથે રમવા આવેલી સાત વર્ષીય બાળકીને વિકૃત હવસનો શિકાર બનાવી હતી. ગોડાઉનમાં બાળકીને ઘસડી જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

બાળકીએ માતાને જણાવ્યું: વાસ્તવમાં હકીકતે ઘટના એવી ઘટી હતી કે, લીંબાયત વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકી બહાર રમવા ગઈ હતી અને ગતરાત્રે બહારથી રમીને ઘરે માતા પાસે ગઈ હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતાં અને નજીકની સોસાયટીમાં રહેતાં મિત્રના દાદાએ તેની સાથે ગંદુ કામ કર્યાનું તેણે માતાને જણાવ્યું હતું.

સુરતમાં 7 વર્ષીય બાળકી બની 52 વર્ષીય આધેડના વિકૃત હવસનો શિકાર (Etv Bharat Gujarat)

બાળકીને લોલીપોપની લાલચ આપી: મંગળવારે સાંજે સાડા સાત વાગે બાળકી તેના મિત્રના ઘરે રમવા ગઇ હતી. ત્યારે તેના 52 વર્ષીય દાદા મહેન્દ્ર મૂકેશ શાહ તેને મળ્યા હતા. મિત્રના દાદા અમુક વખતે તેના પૌત્રને શાળાએ લેવા આવતાં ત્યારે બાળકીને પણ લઈ આવતા હતા આથી બાળકી મહેન્દ્ર મૂકેશ શાહથી પરિચીત હતી. પરંતુ આ વખતે મહેન્દ્ર મૂકેશ શાહએ બાળકીને લોલીપોપની લાલચ આપી તેમના ઘર નીચે આવેલાં વાંસણના ગોડાઉનમાં લઈ ગયા હતા. અહીં મહેન્દ્ર મૂકેશ શાહએ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

વ્યક્તિ પોર્ન ક્લીપ જોવાનો આદિ:બાળકીની વાત સાંભળી તેની માતા અને પરિવારના બીજા સભ્યો ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ તેમને તરત જ લીંબાયત પોલીસ મથકે સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ ઈન્સપેક્ટર વી.એ. જોગરાણાએ આ મહેન્દ્ર મૂકેશ શાહને દબોચી લીધો હતો. તમને જણાવી ડી કે, પોલીસ તપાસ દરમિયાન મોબાઈલ ફોન સર્ચ કરતાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ સતત પોર્ન ક્લીપ જોવાનો આદિ હતો.

  1. 'કચ્છ ફાઈલ', અપહરણ અને દુષ્કર્મના 6 કેસમાં 5 આરોપીની ધરપકડ - Kutch kidnapping rape case
  2. કામરેજની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - Surat Kamrej Rape Case

ABOUT THE AUTHOR

...view details