વડોદરા:આજે દેશમાં સ્ત્રીઓને સુરક્ષાને લઇને મોટો સવાલ છે. સગીર વયની છોકરીનું અપહરણ કે દુષ્કર્મની ઘટના આપણે ઘણીવાર બનતી જોઇએ છીએ. ત્યારે દીકરીઓને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરાધીઓ દીકરીઓનું અપહરણ કરતા હોવાના મામલા સામે આવ્યા છે અને તેમની સાથે બદકામ કર્યાની ઘટના આજે દેશમાં અને રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત લવ જેહાદની ઘટનાઓ પણ સામે આવતી રહે છે.
આરોપી 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો: સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાંથી 15 વર્ષની સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આરોપી શોહેબ મન્સુરી કડિયાકામ સાથે સંકળાયેલો હોવાથી તે જિલ્લાના એક ગામમાં આવતો હતો. જેની પર આરોપ છે કે, તે સગીરાને ભગાડી ગયો હતો. ત્યાં તેણે ગામની એક 15 વર્ષિય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી હતી.