રાજકોટ: કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડરની ઘટના બની તેના વિરોધમાં ડોક્ટરો દ્વારા આરોપીઓને કડક સજા થાય તેની માંગ સાથે સતત હડતાલ કરવામાં આવી રહી છે. જેનો આજે ચોથો દિવસ છે રક્ષાબંધન નિમિત્તે ડોક્ટર ભાઈઓએ ડોક્ટર બહેનોને રાખડી બાંધી અને રક્ષા કવચ આપ્યું હતું.
રાજકોટમાં ડોકટર ભાઈઓએ ડોક્ટર બહેનોને રાખડી બાંધી, રક્ષા કરવાનું વચન આપ્યું - RAKSHA BANDHAN 2024
કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે ઘટના બની તેના વિરોધમાં ડોક્ટરો દ્વારા આરોપીઓને કડક સજા થાય તેની માંગ સાથે સતત હડતાલ કરવામાં આવી રહી છે. જેનો આજે ચોથો દિવસ છે રક્ષાબંધન નિમિત્તે ડોક્ટર ભાઈઓએ ડોક્ટર બહેનોને રાખડી બાંધી અને રક્ષા કવચ આપ્યું હતું. RAKSHA BANDHAN 2024
Published : Aug 19, 2024, 6:03 PM IST
ડોક્ટર ભાઇઓએ ડોક્ટર બહેનોને રાખડી બાંધી: બંગાળના કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી અને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ છેલ્લા 4 દિવસથી હડતાલ કરી રહ્યા છે અને ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી અળગા રહ્યા છે. જેના ભાગરૂપે આજે ચોથા દિવસેે રક્ષાબંધન હોવાથી ડોક્ટર ભાઈઓએ ડોક્ટર બહેનોને રાખડી બાંધી અને રક્ષા કરવા માટે સક્ષમ બનાવની પ્રાર્થના કરી હતી.
ડોક્ટરોનો વિરોધ સતત ચાલુ રહેશે:ડોક્ટરોએ જણાવ્યું કે, તેમનો વિરોધ સતત ચાલુ રહેશે. જ્યાં સુધી પીડિત પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તેવી માંગ સાથે તેમનો વિરોધ ચાલી રહ્યો છે. તો પહેલા દિવસ જુનિયર ડોકટરો હડતાળમાં હતા, બીજા દિવસે IMA ડોકટરો સાથે જોડાઈ રેલી યોજી કલેકટર આવેદન આપવામાં આવ્યું અને ગઈકાલે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.