ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષોથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા, જુઓ આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ - Festival of Dhinglabapa - FESTIVAL OF DHINGLABAPA

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારીના દાંડીવાડ વિસ્તારમાં ઉજવાતી આદિવાસી સમાજની અનોખી પરંપરા જેમાં ઢીંગલાબાપામાં વિશેષ શ્રદ્ધાને લઈને આદિવાસી સમાજ તથા અન્ય સમાજના લોકો દિવાસાના દિવસે ઢીંગલાબાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આદિવાસી સમાજની આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ.

100 વર્ષથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા
100 વર્ષથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 6:16 PM IST

Updated : Aug 5, 2024, 9:48 PM IST

100 વર્ષથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા (Etv Bharat gujarat)

નવસારી:સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારીના દાંડીવાડ વિસ્તારમાં ઉજવાતી આદિવાસી સમાજની અનોખી પરંપરા જેમાં ઢીંગલા બાપામાં વિશેષ શ્રદ્ધાને લઈને આદિવાસી સમાજ તથા અન્ય સમાજના લોકો દિવાસાના દિવસે ઢીંગલાબાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પોતપોતાની માનતાઓ માની બીજા વર્ષે દર્શન માટે અચૂક પહોંચે છે. આદિવાસી સમાજની આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ

કોલેરાના રોગથી બચવા ઢીંગલાબાપાની પૂજા:ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઘણું મહત્વ છે અને આ તહેવારો અનેક પરંપરાઓ પ્રમાણે ઉજવવામાં આવે છે, ત્યારે નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી દિવાસાના પાવન પર્વ પર માનવ કદનો ઢીંગલો બનાવીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત શહેરીજનો ઉમટી પડે છે. પૂર્ણા નદીને કિનારે વસેલા નવસારી શહેરમાં અંદાજે 100 વર્ષ અગાઉ કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો. જેમાં એક પછી એક લોકો મૃત્યુ પામી રહ્યા હતા, ત્યારે શહેરના એક પારસી સદગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી રોગથી મુક્તિ માટે એક માનવ કદનો ઢીંગલો બનાવી એનું પૂજન કરી, નદીમાં વિસર્જિત કરવા જણાવ્યુ હતું. જેને આદિવાસીઓએ માન્યું અને શહેરના દાંડીવાડ ખાતે માનવ કદનો ઢીંગલો બનાવવામાં આવ્યો હતો.

ઢીંગલાને વરરાજાની જેમ કરાય છે તૈયાર:ઘાસમાંથી બનેલા ઢીંગલાને પારસીઓ પહેરે એવા સફેદ રંગના જ પેન્ટ શર્ટ પહેરાવવામાં આવે છે. સાથે જ માથે સાફો પહેરાવી, ટાઈ, બુટ, ચશ્માં વગેરે પહેરાવી એકદમ વરરાજાની જેમ તૈયાર કરીને 5 દિવસો સુધી રાખવામાં આવે છે. ઢીંગલાને પ્રસાદમાં સિગારેટ પીવડાવવામાં આવે છે અને સિગરેટ અવિરત સળગાવી પીવડાવવામાં આવે છે. ત્યારે ઢીંગલા પ્રત્યે આદિવાસી સમાજમાં એટલી શ્રદ્ધા છે કે, બાળકો ન થતા હોય, લગ્ન ન થતા હોય, તો એના માટે માનતા પણ લેવામાં આવે છે અને લોકોની માનતા પૂર્ણ થતા ઢીંગલાને પગે લગાવવા પણ લાવે છે. આજે દિવાસાના દિવસે ઢીંગલાને સજાવી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ઢીંગલાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

100 વર્ષથી ઢીંગલાબાપાના તહેવારની ઉજવણી:ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ વનીતાબેને જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષથી દિવસના દિવસે ઢીંગલા બાપાનો તહેવાર મનાવવામાં આવે છે. જે અમારી આદિવાસી સમાજની અનોખી પરંપરા મુજબ તેને ઉજવવામાં આવે છે. અનેક લોકો આ દિવસે પોતાની માનતા માની જાય છે અને તે પૂર્ણ હતા પરિવાર તેઓ દર્શન કરવા માટે આવે છે. આદિવાસી સમાજમાં ઢીંગલા બાપાની વિશેષ શ્રદ્ધા પરવાયેલી છે જેને લઈને અમે આ ઉત્સવ ઘણા ઉત્સાહથી ઉજવીએ છીએ.

  1. ભાવનગરનું વર્ષો જૂનું પૌરાણિક બીલેશ્વર મહાદેવ મંદિર, માનતા રાખો તો દરેક કાર્ય થશે પૂર્ણ - Bileshwar Mahadev Temple
  2. વલસાડ જિલ્લામાં વરસાદ બંધ થતાં રાહત: ઔરંગાના પાણી ઓસર્યા, કલેકટરે કરી સ્થિતિની સમીક્ષા - Flood situation in Valsad district
Last Updated : Aug 5, 2024, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details