મહીસાગર, કડાણા: શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે કાર્યકરો સાથે હોડીમાં બેસી કડાણાના રાઠડાબેટ ખાતે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. તેમમે બેટ વિસ્તારમાંથી પ્રચાર શરૂ કર્યો હતો તેમજ બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈ મતની માંગણી કરી હતી.
રાજ્યના શિક્ષણપ્રધાન ડૉ.કુબેર ડિંડોર હોડીમાં કાર્યકરો સાથે બેઠક: રાજ્યના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે પાણીમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. પોતાની પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈ પ્રચાર પ્રસાર કર્યો છે. ડૉ. કુબેર ડિંડોરે કડાણા તાલુકાના રાઠડાબેટ, રાયનીયા અને મોટીરાઠ જેવા બેટ વિસ્તારમાં હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઇ હોડીમાં કાર્યકરો સાથે બેઠક કરી હતી અને કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈ મતની માંગણી કરી હતી. તેમણે છેલ્લા ઘણાં સમયથી હોડી ખેંચી આવાગમન કરતા બેટ વિસ્તારના લોકો માટે પૂલ મંજૂર કરાવ્યો છે. તેમણે લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પુરી કરી પૂલની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન મતદારોને આપ્યું છે. મોદી પરિવારના રથ સાથે અબકી બાર 400 કે પારના નારા સાથે મતદારો સાથે બેઠક કરી હતી.
રાઠડાબેટ મુકામે ચૂંટણી પ્રચાર:રાજ્યના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યુ કે, આજે પૂરા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેના ભાગરૂપે મહીસાગર જિલ્લા અને સંતરામપુર વિધાનસભાના ચૂંટણી પ્રચાર અર્થે અમારી ટિમ અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ,અમારા હોદ્દેદારો,બધા સાથે મળીને આજે રાઠડાબેટ મુકામે ચૂંટણી પ્રચાર અર્થે અને ગ્રામજનોની શુભેરછા મુલાકાતે આવ્યા છે. મને કહેતા એ બાબતનું દુ:ખ પણ છે કે, આજે મહીસાગર ડેમ, કડાણા જળાશય બને આજે 50 વર્ષ થયા. આ 50 વર્ષના સમય ગાળા દરમ્યાન અમારા જે રાઠડાબેટમાં ત્રણ ફળિયા છે, 1 થી 4 ધોરણની સ્કુલ છે,આંગણવાડી છે, લાઇટ પણ છે આ બધુ અમે 2011માં પૂરું પાડ્યું છે. અમારા પૂર્વગામી જે કઈ લોકો ગયા એમને આ બેટનો વિકાસ થાય અને એમને પુલ મળે એના માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી પણ મે 2017 માં મારી જનતાએ મને આશીર્વાદ આપ્યા અને એ સમયે મે પુલ મંજૂર કરાવડાવ્યો હતો, તે જૂના રેટ પ્રમાણે હતો. એ જૂના રેટ એસોઆર સુધારીને ફરીથી રિવાઈઝ થયું છે.
ચૂંટણી પ્રક્રિયા પછી વર્ક ઓર્ડર: તેમણે કહ્યુ કે, મને એ કહેતા આનંદ છે કે, વર્ષ 2021-22 ના એસોઆર મુજબ 21 કરોડના અંદાજો બનાવ્યા હતા પણ રાધે આસોસિએટ દ્વારા એ ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી. 26 કરોડના ભાવે ટેન્ડર ભર્યું. હવે તેને રદ કરીને ફરીથી તેનો નિર્ણય લેવામાં આવ્યો. આ અંતરિયાળ વિસ્તાર જૂના એસોઆર મુજબના ભાવ, સામાન લઇ જવા લાવવા માટે પડતી મુશ્કેલી તથા આ જે બે ક્વાટર છે, એ બાર મહિનામાં માત્ર બે મહિના જ ખાલી થાય છે. મે અને જૂન, અત્યારે આપની પાછળ પાણી દેખાય છે, જે કોઈ કોંટ્રાક્ટર આવે એને કામ કરવાની અગવડતા પડે, સમાન લઇ જવો લાવવો, મૂકવો એટલે એને દસ મહિના મશીનરી મૂકી રાખવી પડે. એનો પાવર નિષ્ક્રિય રહે એના કારણે ટેન્ડર ઉંચું આવેલું છે અને ભવિષ્યમાં ટેન્ડર ઉંચુ આવે એવી પણ શક્યતા છે. એટલે અત્યારે આ ટેન્ડર અમારા ફાઇનન્સ વિભાગમાં પડ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય પછી વર્ક ઓર્ડર આપવાના છે અને લગભગ 26 કરોડથી ઉપર આ બ્રિજ આવનારા સમયમાં બનવાનો છે. અમારા મોદી સાહેબનું સૂત્ર છે "સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ" એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું.
લોકો નાવડામાં અવરજવર કરે છે: અમારો આદિવાસી સમાજ અહીંયા બેટની અંદર રહે છે એ ભગવાનની મહેરબાની રહી છે, કે આટલા 50 વર્ષમાં લોકો નાવડામાં અવરજવર કરે છે. બાળકો પણ ભણવા માટે બહાર આવે છે. એ વર્ષોની પ્રક્રિયા છે પણ મહીસાગર માતાના આશીર્વાદથી કોઈ મોટી જાનહાનિ પણ થઈ નથી. આટલા વર્ષો પછી લોકોને આ હોળી અને નાવડામાંથી મુક્તિ અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી, અમારા ભુપેન્દ્રભાઈ પટેલ અને મારા પ્રતિનિધિ બન્યા પછી આ બજેટ મળ્યું છે એટલે આ વિસ્તારના ગ્રામ્યજનો બહું ખુશ છે અને આવનારા સમયમાં અવરજવર થાય અને રાઠડા બેટને પ્રવાસનમાં આપણે મૂકીએ, પ્રવાસન ધામ તરીકે વિકસાવીએ તો બહારના લોકો પણ આવશે. અહીંયા પ્રવાસન માટે પાણી છે, સાત જેટલા આયર્લેંડ છે, મહીસાગરનો બે કોર એરિયા છે, સામે રાજસ્થાન છે, રાજસ્થાનની બોર્ડર છે, જેને પ્રવાસનમાં પણ આ સ્થળને વિકસાવવાનો મારો પ્રયાસ રહેશે. સાથે સાથે આ પુલ બન્યા પછી આગળની કાર્યવાહી અમે કરીશું.
- રાજપૂતોનું આંદોલન હવે બન્યું ત્રિશંકુ રણનીતિનો ભાગ, એક તરફ અસહકાર-બીજી તરફ બૌદ્ધિક લડાઈ અને ત્રીજી તરફ ધર્મયુદ્ધનાં શ્રીગણેશ - Parshottam Rupala Controversy
- સરદાર પટેલન પરના નિવેદનને લઈને કંગનાને લીગલ નોટિસ, જાણો માફી નહીં માંગશે તો શું થશે? - Kangana statement