અમરેલી: જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખડસલી ગામ, આ ગામનો સંપૂર્ણ વહીવટી સંચાલન મહિલાઓ સંચાલન કરે છે, જેથી આ ગામને "મીની ગાંધીનગર" પણ કહેવામાં આવે છે. જે અંગે ગામના મહિલા સરપંચ શિલ્પાબેન ચેતનભાઇ માલાણીએ જણાવ્યું કે, પોતે ગામના મહિલા સરપંચ છે અને ગામની પંચાયત બોડીમાં 7 મહિલાઓ સભ્યો છે. એટલે કે, ખડસલી ગામને આખું મહિલા સંચાલિત ગામ ગણવામાં આવે છે.
ગામની અંદર રસ્તા અને બસ સ્ટેન્ડ બનાવાયા છે: ખડસલી ગામમાં સૌપ્રથમ પ્રવેશ માટે વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે અને સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવેથી ખડસલી આવવા માટે 1 કિલોમીટરનો ડબલ પટ્ટીનો 7 મીટરનો ડામર પાકો રસ્તો છે અને ગામમાં પ્રવેશતા કરતાની સાથે જ વિશાળ મંદિર આવેલું છે. ગામની અંદર બસ સ્ટેન્ડ આવેલું છે અને આ બસ સ્ટેન્ડ સુંદર રીતે આકાર લીધું છે.
ગામ સંપૂર્ણપણે સીસીટીવીથી સજજ છે:ખડસલી ગામમાં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ માટેની શાળાઓ આવેલી છે, તેમજ ખડસલી ગામમાં ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી ગ્રામ સેવા લોકશાળા ખડસલી આવેલું છે. આ લોકશાળામાં ગાંધી વિચારધારા પ્રમાણેની ધોરણ 9 થી 12 ની શાળા આવેલી છે. તેની સાથે જ ધોરણ 10 પછી પશુ ડોક્ટર માટેના ડિપ્લોમાનો કોર્સ ચાલે છે અને વેટેનરી કોલેજ આવેલી છે. ખડસલી ગામમાં તમામ રોડ રસ્તા પેવર બ્લોક અને RCC થી બનાવવામાં આવેલા છે, તેમજ સંપૂર્ણ ગામ સીસીટીવી કેમેરાથી સજજ છે, તેમજ ગામની અંદર પીવાના પાણીના સંપ આવેલા છે. ગામમાં 10 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે અને અહીં આસ્થાભેર મંદિરોના પૂજા અર્ચના અને દર્શન દર્શનાર્થીઓ કરે છે.
ગામના 15 યુવક યુવતીઓ સરકારી નોકરી કરે છે: ખડસલી ગામમાં હેલીપેડ આવેલું છે. ખડસલી ગામમાં આવેલ લોકશાળા ખાતે અવારનવાર રાજકીય આગેવાનો તેમજ ગુજરાતના રાજ્યપાલ શાળાની મુલાકાતે આવે છે. જે હેતુથી ખડસલી ગામને હેલીપેડની ભેટ પણ મળેલી છે. ખડસલી ગામમાંથી 15 થી વધુ યુવક અને યુવતી સરકારી નોકરી કરી રહ્યા છે. તેની સાથે જ મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અમદાવાદ, સુરત, અંકલેશ્વર, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં પણ અનેક લોકો ખડસલી ગામના વતનીઓ વસવાટ કરે છે અને અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો:
- નવસારીમાં વરસાદ બાદ આકાશમાં ચમકી વિજળી: નયનરમ્ય આકાશી દ્રશ્યોનો વિડીયો થયો વાઇરલ
- રતન ટાટાના મોક્ષાર્થે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરતા કર્મકાંડી બ્રાહ્મણ, બિહારના ગયા ખાતે પણ જશે