ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરનારની લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્રને સાધુ-સંતોએ કર્યા આ સૂચનો

જૂનાગઢમાં કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે.ત્યારે ભવનાથના સાધુ સંતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્રને સાધુ-સંતોએ કર્યા સૂચનો
જિલ્લા વહીવટી તંત્રને સાધુ-સંતોએ કર્યા સૂચનો (ETV Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

જૂનાગઢ: કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી (પાંચ દિવસ) ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. જેને લઈને ભવનાથના સાધુ સંતો દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલા પરિક્રમાર્થીઓની સુલભતા માટે કેટલાક કામો આજથી શરૂ કરવાનો બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયો છે. દિવાળી પૂર્વે પરિક્રમાના આયોજનને લઈને પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક કરીને પરિક્રમાના સુચારુ સંચાલન થઈ શકે તે માટે સાધુ સંતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે તેવી માંગ કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સંયુક્ત બેઠક બોલાવાઈ (ETV Bharat gujarat)

પરિક્રમાને લઈને સાધુ-સંતોની બેઠક:કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે 12 નવેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, ત્યારે ભવનાથમાં સાધુ સંતો ઉતારા મંડળ અને અન્નક્ષેત્રની સાથે દામોદર કુંડ, તીર્થગોર સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને મેળાના સંચાલન માટે સેવા કાર્ય માટે આવતા અગ્રણીઓની એક સંયુક્ત બેઠકનું આયોજન ભવનાથ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દત્તાત્રેય તીર્થ સ્થાનના મહંત મહેશગીરી બાપુની આગેવાનીમાં ભવનાથ સાધુ મંડળના અન્ય સંતો મહાદેવ ગીરી, મહાદેવ ભારતી અને ચકાચક બાપુ સહિત પરિક્રમા દરમિયાન તેના માર્ગ પર અન્ન ક્ષેત્ર અને સેવા કાર્ય કરાવતા સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ જોડાયા હતા.

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સંયુક્ત બેઠક બોલાવાઈ (ETV Bharat gujarat)

લોકહિતાર્થે સમસ્યાનું સમાધાન કરવું જરૂરી:સાધુ સંતોની બેઠકમાં અધ્યક્ષ સ્થાને રહેલા મહેશગીરી બાપુએ આગામી પરિક્રમાને ધ્યાને લઈને રેલવે સ્ટેશન અને હાઇવે પરથી ભવનાથ તરફ આવતા તમામ માર્ગો પરિક્રમા પૂર્વે રિપેર થાય તેવી માગ પણ કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સંયુક્ત બેઠક બોલાવાઈ (ETV Bharat gujarat)

વધુમાં તેમણે જણાવ્યું છે કે, 'જે રીતે જિલ્લા વહીવટી તંત્ર કલેકટરની અધ્યક્ષતામાં બેઠક કરે છે. જેમાં જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યની પણ હાજરી અનિવાર્ય હોવી જોઈએ. જેથી કરીને સમગ્ર મેળાનું સંચાલન કઈ રીતે થાય છે, તે લોકોના પ્રતિનિધિ મારફતે સરકાર સુધી પહોંચી શકે. વધુમાં આ વખતની પરિક્રમામાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત કરાયું છે ત્યારે પરિક્રમાના માર્ગ પર પીવાના પાણી માટે અત્યાર સુધી બોટલ રૂપે પાણી મળતું હતું પરંતુ આ વર્ષે પરિક્રમાના માર્ગ પર તમામ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. આવી પરિસ્થિતિમાં પીવાના પાણીની પણ સુચારું વ્યવસ્થા થવી જોઈએ. વધુમાં લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાથીઓની સંખ્યાને ધ્યાને રાખીને પણ ભવનાથ તળેટી અને પરિક્રમના 36 kmના લાંબા માર્ગ પર જાહેર શૌચાલય અને આ સમય દરમિયાન થયેલી ગંદકી પ્રતિદિન દૂર થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ સાધુ સમાજ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કરી છે.'

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સંયુક્ત બેઠક બોલાવાઈ (ETV Bharat gujarat)

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પાક નિષ્ફળ, કોંગ્રેસે લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી
  2. ગુજરાત વિધાનસભા ખાતે "લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ

ABOUT THE AUTHOR

...view details