ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના આ સંતે 11 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું, જાણો શા માટે ?

પૂર્વ કચ્છના ભચાઉ ખાતે પણ એક સંત વિશ્વ કલ્યાણ અર્થે સાધના અને તપસ્યા કરી રહ્યા છે, જેમને 11 દિવસ માટે મૌન વ્રત ધારણ કર્યું છે.

કચ્છના આ સંતે 11 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું
કચ્છના આ સંતે 11 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

કચ્છ:આજકાલ અનેક સંતો અને સંન્યાસીઓ વૈશ્વિક શાંતિ અને કલ્યાણ અર્થે તપસ્યા કરતા હોય છે. ત્યારે ઘણા સંતો અને મહંતો લોકોના જીવન અને સેવાકીય કાર્યોમાં જીવન પસાર કરતા હોય છે. ત્યારે પૂર્વ કચ્છના ભચાઉ ખાતે પણ એક સંત વિશ્વ કલ્યાણ અર્થે સાધના અને તપસ્યા કરી રહ્યા છે, જેમને 11 દિવસ માટે મૌન વ્રત ધારણ કર્યું છે.

સંતે કચ્છ આવીને સાધના કરી: ભચાઉ તાલુકાના વાઢીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત પંકજમુનિ તેઓ મૂળ મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના કાલીઘૂડી પ્રાંતના છે અને વિશ્વ કલ્યાણ અર્થે 11 દિવસ માટે એક આસનીય સાધના સાથે મૌન વ્રત ધારણ કર્યુ છે, જેથી મોટી માત્રામાં ભક્તો તેમની પાસે આશિર્વાદ લેવા માટે આવી રહ્યાં છે.

કચ્છના આ સંતે 11 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું (Etv Bharat Gujarat)

11 દિવસ માટે મૌન વ્રત: મધ્યપ્રદેશથી ક્ચ્છમાં પધારેલા સંત પંકજ મુનિ વિશ્વ કલ્યાણ અને લોક કલ્યાણ અર્થે ભૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે એક આસનીય સાધના સાથે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી 11 દિવસ માટે મૌન વ્રત ધારણ કર્યું છે. ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં ત્રીજના દિવસે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ પૌરાણિક મંદિરમાં દર્શનાર્થે આવશે.

કચ્છના આ સંતે 11 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું (Etv Bharat Gujarat)

સંત કરી ચૂક્યા છે અગ્નિ સાધના: ઉલ્લેખનીય છે કે, પૌરાણિક ભુતેશ્વર મહાદેવ મંદિર ખાતે 9 દિવસીય શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથાના મુખ્ય વક્તા અજય પ્રસાદ રાજગોર છે.આ શિવ મહાપુરાણ કથા પ્રસંગે 9 દિવસ માટે બે સમયના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંત પંકજમુનિએ અગાઉ પણ અનેક વખત કપરી સાધના કરી ચૂક્યા છે. થોડાક મહિનાઓ અગાઉ તેઓએ ધોમધખતા તાપમાં અગ્નિની નજીક સાધના કરી હતી. આ સંત પંકજ મુનિ ભક્તો પાસે વર્ષોથી એકપણ રૂપિયાની દક્ષિણા લેતા નથી.

સંતે 25 વર્ષથી અનાજનો ત્યાગ કર્યો: સ્થાનિક ગણેશ ભાઈ આહિરે જણાવ્યું હતું કે, પંકજ મુનિજીએ 11 દિવસ એક જ આસનમાં બેસીને તેમજ મૌન રાખીને સાધના શરૂ કરી છે, ત્યારે ખાસ કરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ મૌન રાખવામાં આવે છે અને ત્યારબાદ મુનિ સત્સંગ કરે છે. તેઓ આ તપ દરમિયાન માત્ર નાળિયેર પાણી અને સાદું પાણી પીવે છે. તેઓએ 25 વર્ષથી કોઇ પણ પ્રકારનું અનાજ લીધું નથી.ત્યારે આ શિવ મહાપુરાણ કથા પૂર્ણ થશે. તે દિવસે જ સંત પંકજ મુનિ પોતાનું મૌન વ્રત પૂર્ણ થશે.

આ પણ વાંચો:

  1. "લાભ"ની પાંચમ, આજે ભુજના જથ્થાબંધ બજારમાં વેપારીઓએ કાંટાપૂજન કરીને વેપાર શરૂ કર્યો
  2. વિક્રમ સવંતના વર્ષમાં આવતી ચાર પંચમી પૈકીની આજે છે 'શ્રીપાંચમ': જાણો શું છે 'લાભ પાંચમ'નું મહત્વ

ABOUT THE AUTHOR

...view details