વાવ:બનાસકાંઠાના સરહદી પંથકમાં ખેડૂતો શિયાળુ સિઝન માટે જીરું, એરંડા, ઇસબગુલ, વરિયાળી જેવા પાકોનું વાવેતર કરે છે. જ્યારે છેલ્લા 15થી 20 દિવસથી કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોને આશા હતી કે જીરામાં મબમલ પાક લઈશું પરંતુ જીરૂના પાકમાં સુકારા નામનો રોગ આવતા હવે જીરાનો પાક સુકાઈ રહ્યો છે અને ખેતરો ખાલી થઈ રહ્યા છે, જેને લઇને ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. સુકારાના રોગથી જીરું સુકાઈ જતાં ખેડૂતો ખેતરો ખેડવા મજબૂર બન્યા છે.
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
સરહદી પંથકમા નર્મદા આધારિત શિયાળુ સીઝનનો પાક લેવાય છે, ત્યારે ખેડૂતો એરંડા, રાયડો, જીરું, ઇસબગુલ સહિતની ખેતી કરી ઉપજ મેળવે છે. પરંતુ ક્યારેક ખેડૂતને ખેતી અવળી પણ પડતી હોય છે, ત્યારે અત્યારે સરહદી વિસ્તારમાં કેટલાક ખેડૂતોને જીરાના પાક માં સુકારો રોગ આવતા ખેડૂતનો મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જોકે ક્યાંક શિયાળુ પાકમાં કેટલાક ખેડૂતો એગ્રોના ઇશારે ખેતી કરતા હોય છે, ત્યારે એગ્રો માલિક કહે એવી દવા બિયારણ નાખી દે છે જ્યારે ઘણી વાર ખેડૂતને ધારી ઉપજ મળતી નથી. દિવેલાનાપાકમાં ઈયળોએ ઉપદ્રવ મચાવ્યો હતો, જ્યારે જીરાના પાકમાં પણ દર વરસે છરમી નામનો રોગ આવતો, જોકે, હવે દિન પ્રતિ દિન જીરામાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા ભાવના બિયારણ ખરીદીને જીરા અને ઈસબગુલનો પાક વાવીને મોટા સપના જોઈ રહેલા ખેડૂતોના ચહેરા હવે રડમસ થઈ ગયા છે. આ પરિસ્થિતિની રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવાઈ અને વાવ વિસ્તારના છેવાડાના જે ગામડાઓ છે, તેના માટે કોઈ સ્કીમ બનાવી અને ખેડૂતોનો જે નુકસાન થઈ રહ્યું છે તેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો માગ કરી રહ્યા છે.
જીરાના પાક પર સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત
આ પંથકના ખેડૂતો દર વર્ષે જીરું, એરંડા, ઈસબગુલ, વરિયાળી જેવા પાકોનું વાવેતર કરવામાં કરે છે, ત્યારે છેલ્લાં 15થી 20 દિવસમાં જીરાના પાક પર સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોને આશા હતી કે જીરામાં મખમલ પાક લઈશું પણ જીરાના પાક પર સુકારા નામનો રોગ આવતા જીરાનો પાક સુકાઈ રહ્યો છે અને ખેતરો ખાલી થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોની સ્થિતી કફોડી બની રહી છે. સુકારાના રોગથી જીરું સુકાઈ જતાં ખેડૂતો ખેતરો ખેડવા મજબૂર બન્યા છે. સરહદી પંથકમાં નર્મદા આધારિત શિયાળુ સીઝનનો પાક લેવામાં આવે છે. અત્યારે સરહદી વિસ્તારમાં કેટલાક ખેડૂતોને જીરાના પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.
જીરા અને ઇસબગુલમાં સુકારો આવતા કુમળા છોડ સુકાયા
જોકે ક્યાંક શિયાળુ પાકમાં કેટલાક ખેડૂતો એગ્રોના ઇશારે ખેતી કરતા હોય છે, એગ્રો માલિક કહે એવી દવા-બિયારણ નાખી દે છે, જેના કારણે ઘણી વખત ખેડૂતોને ધારી ઉપજ મળતી નથી. દિવેલા નાપાકમાં ઈયળોએ ઉપદ્રવ મચાવ્યો હતો જ્યારે જીરાના પાકમાં દર વરસે છરમી નામનો રોગ આવતો, હવે દિન પ્રતિદિન જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા ભાવના બિયારણ ખરીદીને જીરાના પાક વાવ્યો હતો અને મોટા સપના જોયા હતા પરંતુ અમુક વિસ્તારમાં જીરા અને ઇસબગુલમાં સુકારો આવતા કુમળા છોડ સુકાઈ રહ્યા છે, દાણો આવ્યો પણ નથીને છોડ સુકાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.