હવે આંગણવાડી કાર્યકરો પણ કીટ ઉતારશે (Etv Bharat Gujarat) બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે આવેલી આઈસીડીએસ શાખાના કર્મચારીની ઉપસ્થિતિમાં ખુદ આંગણવાડી કાર્યકર બહેનો કન્ટેનરમાંથી કીટો ઉતારતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જ્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારે વીડિયોમાં ખુદ કર્મચારી પણ ત્યાં હાજર હતા કર્મચારીની હાજરીમાં ખુદ આંગણવાડી કાર્યકરો કન્ટેનરમાં ચડીને પોતાના આંગણવાડીની કીટો મેળવી લઈ રહી છે.
આંગણવાડીની કીટોના સ્ટોકની પહેલા જિલ્લામાં ગણતરી કરીને ત્યારબાદ જે તે ઘટકની આંગણવાડી સેન્ટરો પર મોકલવાની હોય છે પરંતુ અહીંયા જાતે જ આંગણવાડી કાર્યકરો પોતે જ મહેનત કરી આ કિટો ઉતારી રહી હોવાનું વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
જે કામ ICDS શાખા કે કોન્ટ્રાકટ એજન્સી દ્વારા મજૂરો થકી જે કામ કરાવવાનુ થતું હોય છે તે કામ ખુદ આંગણવાડી કાર્યકર મહિલાઓ કરી રહી છે એ પણ ICDS શાખાના કર્મચારીની હાજરીમાં એટલે એમ કહી શકાય કે ખુદ કર્મચારી આંગણવાડી મહિલાઓ પાસે આ કામગીરી કરાવી રહ્યા છે.
આ અંગે આઇસીડીએસના જિલ્લા પોગ્રામ ઓફિસર યુ. વાય. ગજ્જરને ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ બાબતથી હું અજાણ છું સ્ટોક મંગાવવામાં આવ્યો હતો. પરંતુ તેના માટે ઓફિસથી જવાબદાર અધિકારી ત્યાં હાજર રહેવા પણ જણાવ્યું હતું. જો કે આ બાબતે જવાબદાર અધિકારીને મળીને જવાબ લેવા માટે જણાવ્યું હતું. તેમ જ તેઓ દ્વારા પણ આ બાબતે યોગ્ય તપાસ કરશે તેવું જણાવ્યું હતું.
- Anganwadi workers Protest: વલસાડ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા રેલી યોજી પડતર માંગણી પૂર્ણ કરવા આવેદનપત્ર
- આંગણવાડી પાસે ઉકરડો કે ઉકરડામાં આંગણવાડી ? આ રીતે તો કેવી રીતે ભણશે નાના ભૂલકાઓ ? - Garbage in the Anganwadi courtyard