ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસે શરુ કરી 'મોહબ્બત કી દુકાન' : મોન્સૂન કંટ્રોલરૂમ દ્વારા વરસાદમાં જરૂરિયાતમંદોને સહાય - Mohabbat Ki Dukan - MOHABBAT KI DUKAN

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ 'મોહબ્બત કી દુકાન' મોન્સૂન કંટ્રોલરૂમ શરુ કરી જરૂરિયાતમંદોને સહાય આપવા આગળ આવ્યો છે. Monsoon Control Room for needy

જરૂરિયાત મંદ લોકો કંટ્રોલ રુમના નંબર 7779074719 પર મદદ માંગી શકશે
જરૂરિયાત મંદ લોકો કંટ્રોલ રુમના નંબર 7779074719 પર મદદ માંગી શકશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 2:23 PM IST

અમદાવાદ :છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદ આઇકોનિક રોડ હિન્દુ ભવન અને એસી હાઇવે પર પણ ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે. આજરોજ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે (Etv Bharat Gujarat)

'મોહબ્બત કી દુકાન' :અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા શહેઝાદ ખાને જરૂરિયાતમંદોને સહાય આપવાના કોંગ્રેસના કાર્યક્રમની કડીની શરૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા 'મહોબત કી દુકાન' નામથી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તેની જાહેરાત પણ કરવામાં આવી હતી.

'રાહુલ ગાંધી દ્વારા જે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, તેને અનુસરીને અમે 'મહોબત કી દુકાન' શરુ કરીએ છીએ.' -- શહેઝાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા, અમદાવાદ મનપા)

કોંગ્રેસનો મોન્સૂન કંટ્રોલરૂમ :શહેઝાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં અત્યારે અતિભારે વરસાદની પરિસ્થિતિ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમે એક હેલ્પલાઇન નંબરની જાહેરાત કરીએ છીએ. આ હેલ્પલાઇન નંબર પર ગતરોજથી જ ઘણા લોકોએ પોતાની સમસ્યા જણાવવી હતી. અહીં કેટલાક લોકોને પાણી ભરાવાની સમસ્યા હતી, તો કેટલાક લોકોને ફૂડ પેકેટની જરૂરિયાત હતી.'

વિપક્ષે 'મહોબત કી દુકાન'ની શરૂઆત કરી છે (Etv Bharat Gujarat)

7779074719 પર મદદ માંગી શકશે:વિપક્ષ દ્વારા આ બધા જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી બે દિવસ સુધી આ 'મહોબત કી દુકાન' શરૂ રહેશે અને જરૂરિયાત મંદ લોકોને પીવાનું પાણી, ગરમ જમવાનું, જ્યુસની બોટલ આપવામાં આવશે. જેના માટે એક હજાર કીટ બનાવીને તૈયાર રાખવામાં આવીને વિતરણ કરવામાં આવશે. જરૂરિયાત મંદ લોકો કંટ્રોલ રુમના નંબર 7779074719 પર મદદ માંગી શકશે.

  1. "સાવચેત રહો, સલામત રહો" રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અપીલ - Junagadh Weather Update
  2. 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલના પુલનું લોકાર્પણ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બન્યો ખાસ બ્રિજ - Make in India

ABOUT THE AUTHOR

...view details