ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જાપાનીઓની જમાવટ, પરંપરાગત ગુજરાતી વસ્ત્રો સાથે ગરબે ઘૂમ્યા - INDO JAPAN GARBA IN AHMEDABAD

ગુજરાતી અને જાપાનની સંસ્કૃતિ જાણે એક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સર્જાયા હતા. જ્યારે જાપાની સ્ત્રીઓ તેમજ પુરુષો માતાજીના આંગણમાં ગરબે ઘૂમ્યા હતા.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

જાપાની અને ગુજરાતી સંસ્કૃતિનો અનેરો સંગમ
જાપાની અને ગુજરાતી સંસ્કૃતિનો અનેરો સંગમ (Etv Bharat Gujarat)

અમદાવાદ: ગુજરાતી અને જાપાનની સંસ્કૃતિ જાણે એક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સર્જાયા હતા. જ્યારે જાપાની સ્ત્રીઓ ચણિયાચોળી તેમજ પુરુષો કેડીયું અને પાઘડી પહેરીને માતાજીના આંગણમાં ગરબે ઘૂમ્યા હતા.

માતાજીની આરતી અને ભગવાન બુુદ્ધની ઉપાસના: ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાત દ્વારા આ અનેરા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં ગુજરાતી લોકો જાપાની પહેરવેશ પહેરીને અને જાપાની લોકો ગુજરાતી પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.

અમદાવાદમાં જાપાનીઓ ગરબે ઘૂમ્યા (Etv Bharat Gujarat)

જાપાની અને ગુજરાતી લોકો દ્વારા પહેલા માતાજીની આરતી ત્યાર બાદ જાપાની સંસ્કૃતિ પ્રમાણે ભગવાન બુદ્ધની ઉપાસના કરવામાં આવી હતી.

જાપાની અને ગુજરાતી સંસ્કૃતિનો રચાયો અનેરો સંગમ (Etv Bharat Gujarat)

જાપાની અને ગુજરાતી લોકો ગરબે ઘૂમ્યા: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ સાવન ઘોડીવાલા જણાવે છે કે, આ કાર્યક્રમ જાપાની લોકો અને ગુજરાતી લોકો એકબીજાના પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા છે. આના થકી જાપાન અને ગુજરાતની સંસ્કૃતિની સમાનતા જોવા મળી રહી છે. વધુમાં સાવન ઘોડીવાલાએ જણાવે છે કે, ગણતરી નથી. પરંતુ આજે અહી 50 થી 60 જાપાનીઝ લોકો પોતાના પરિવાર સાથે ગરબે ઘૂમ્યા છે.

ગુજરાતી અને જાપાની લોકો ગરબે ઘૂમ્યા (Etv Bharat Gujarat)
જાપાની અને ગુજરાતી સંસ્કૃતિનો રચાયો અનેરો સંગમ (Etv Bharat Gujarat)

ઇન્ડો અને ભારતીય સંસ્કૃતિમાં એકતા: ત્યારે જાપાનના અમદાવાદ કંસોલ મુકેશ પટેલ જણાવે છે કે, છેલ્લા 11 વર્ષથી આ ઈન્ડો - જાપાન મહિનો મનાવવામાં આવે છે અને આ 12 મા વર્ષે જાપાની અને ગુજરાતી સંસ્કૃતિ બને એક સાથે જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

  1. દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ: વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી - Navratri 2024
  2. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ પૂર્ણ, ભવ્ય લાઇટિંગથી અંબાજી મંદિર ઝળહળી ઉઠ્યું - Navratri 2024

ABOUT THE AUTHOR

...view details