મહેસાણા:જિલ્લામાં ફૂડ વિભાગે છેલ્લા એક માસમાં સપાટો બોલાવ્યો છે. એક મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 425 જેટલા સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે. દિવાળી સમયે મહેસાણા જિલ્લામાં 1 મહિનામાં ફૂડ વિભાગની કાર્યવાહીમાં 425 સેમ્પલ લઈને ફૂડ વિભાગે જબરદસ્ત કાર્યવાહી કરી છે.
ફૂડ વિભાગે 425 સેમ્પલ લેબમાં મોકલ્યા
3 ઓક્ટોબર 2024થી 25 ઓક્ટોબર 2024 સુધીમાં 425 જેટલા ફૂડના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. મહેસાણામાં ફૂડ વિભાગે કુલ 55,257 કિગ્રા જથ્થો સિઝ કર્યો છે. આ જથ્થાની કુલ કિંમત 1.60 CR રૂપિયા થતા આટલો મોટો જથ્થો જપ્ત કરાયો છે.
મહેસાણા જિલ્લામાં એક મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 425 જેટલા સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે. (Etv Bharat gujarat) 6 મોટી રેડમાં અખાદ્ય જથ્થો ઝડપાયો
ફૂડ વિભાગે મીઠાઈ, માવો, ઘી, પનીર, તેલ, વરિયાળી, જીરું અને ફરસાણના નમૂના લીધા છે. કુલ 6 મોટી રેડમાં વિપુલ માત્રામાં શંકાસ્પદ અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. દિવાળી દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ રેડ કરી સૌથી વધુ સેમ્પલ મહેસાણા જિલ્લામાંથી લેવાયા છે. ત્યારે તગડો નફો કમાવવા ભેળસેળીયા લોકો સામે લાલ આંખ કરાઈ છે.
આ પણ વાંચો:
- અમરેલી જિલ્લાના આંગણે પધારેલા PMને આવકારવા અમરેલીના લોકોમાં ઉત્સાહનો માહોલ
- મોટી દુર્ઘટના: અમદાવાદના નારોલની ફેક્ટરીમાં ગેસ ગળતરથી બેના મોત, 7 સારવાળ હેઠળ