ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કેટલાક IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. અને તેમના સ્થાને ભરૂચના કલેક્ટરને રાજકોટના મ્યુનિ. કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગૌણ સેવા પસંદગી મંડળને મળ્યા નવા ચેરમેન
રાજ્ય સરકારની અખબારી યાદી મુજબ, IAS તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS તુષાર ધોળકિયા હાલમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજીંગ ડિરેકટર છે. ખાસ છે કે, આ પહેલા IAS કમલ દાયાણી પાસે ગૌણ સેવા પસંદગી મંડળનો વધારાનો ચાર્જ હતો.
રાજકોટના મ્યુનિ. કમિશનરની બદલી
તો રાજકોટમાં મ્યુનિ. કમિશનર ડી.પી દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ આનંદ પટેલની ખાલી પડેલી જગ્યાએ IAS ડી.પી દેસાઈને મનપા કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જોકે તાજેતરમાં જ ડી.પી દેસાઈ રજા પર હતા. હવે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS તુષાર સુમેરા ચાર્જ સંભાળશે. ડી.પી દેસાઈને AUDA અને GUDAના સીઈઓ તરીકે ચાર્જ સંભાળશે.
તુષાર સુમેરા હાલ ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 2008ની બેચના IAS અધિકારી છે. તો iNDEX-Bના મેનેજિંગ ડાયરેક્ટર IAS ગૌતમ મકવાણાને ભરૂચના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
- ગેંગરેપના મુખ્ય આરોપીએ ગૌચર જમીન પર ફાર્મ હાઉસ બનાવ્યું, જામનગર પોલીસે બુલડોઝર ફેરવ્યું
- ગુજરાત સરકારના કર્મચારીઓને આનંદોઃ મોંઘવારી ભથ્થુ 3 ટકા વધ્યું, એરિયર્સ પણ મળશે એક ઝટકે