ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાયકવાડી સમયની એન્ટિક ઘડિયાળ ગુમ કરવાનો કયા કલેક્ટર પર લાગ્યો આરોપ, વાંચો અમારો વિશેષ અહેવાલ... - IAS officer Ayush Oak suspended - IAS OFFICER AYUSH OAK SUSPENDED

વલસાડના આઈએએસ કલેકટર આયુષ ઓકે તેમના સુરતના કાર્યકાળ દરમિયાન સરકારી જમીન કેટલાક લોકોને આપીને સરકારી તિજોરી પર નુકસાન કર્યાના આરોપ સાથે ગઈ કાલે સરકારે તેમને ફરજ મોકૂફ કર્યા છે. ત્યારે અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે પણ આયુષ ઓકની અમરેલીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીની તપાસ થાય તેવી માંગ સાથેનો પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યો છે. IAS officer and Collector of Valsad Ayush Oak suspended

પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લખ્યો પત્ર
પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લખ્યો પત્ર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 5:00 PM IST

જૂનાગઢ: ગઈ કાલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વલસાડના કલેકટર આયુષ ઓકની ફરજમાં બેદરકારી અને સરકારી તિજોરીને ખૂબ મોટું નુકસાન પહોંચાડવા બદલ ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. તે દરમિયાન તેમણે સુરતની કેટલીક સરકારી જમીનો ખાનગી બિલ્ડરોને ફાયદો થાય તે માટે ખૂબ જ નજીવા દરે આપીને તેમાંથી તેમણે પોતાની કરોડો રૂપિયાની આવક મેળવી છે. તેવા સુરતના કાર્યકરોની ફરિયાદને આધારે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં આયુષ ઓકના સુરતના કલેક્ટર તરીકે બે વર્ષના કાર્યકાળ બાદ તેમની બદલી વલસાડ કલેક્ટર તરીકે કરવામાં આવી હતી. તપાસને અંતે આયુષ ઓક દ્વારા સરકારી તિજોરીને ખૂબ મોટું નુકસાન થવાનું સામે આવતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે આઈએએસ અધિકારી અને વલસાડના કલેકટર આયુષ ઓકને ફરજ મોકૂફ કર્યા છે.

પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે લખ્યો પત્ર:આયુષ ઓકને સરકારે ફરજ મોકુફ કર્યા બાદ અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને આયુષ ઓક સામે તપાસ થાય તેવી માંગ પણ કરી છે. સુરત કલેક્ટર બનતા પૂર્વે આયુષ ઓક અમરેલીના કલેક્ટર હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન પણ અમરેલી જિલ્લામાં સરકારી જમીનો કેટલાક ઉદ્યોગપતિઓ અને ખાનગી લોકોને આપવામાં આવી છે. વધુમાં અમરેલી જિલ્લામાં જે પવનચક્કીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાં પણ સરકારી જમીનની લાહણી કરીને આયુષ ઓકે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. તેવા આક્ષેપ સાથેનો પત્ર રાજ્યના મુખ્ય પ્રધાનને વિરજી ઠુંમરે પાઠવ્યો છે તેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે આયુષ ઓકના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા તમામ નિર્ણયોની તપાસ થાય અને સમગ્ર મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લખ્યો પત્ર (ETV Bharat Gujarat)
પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લખ્યો પત્ર (ETV Bharat Gujarat)

એન્ટિક ઘડિયાળને લઈને પત્રમાં ઉલ્લેખ:વિરજી ઠુંમરે જે પત્ર પાઠવ્યો છે તેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ કર્યો છે કે જ્યારે આયુષ ઓક અમરેલીના કાર્યકાળ દરમિયાન કલેક્ટર બંગલામાં રહેલી અને જેને ખૂબ જ એન્ટીક માનવામાં આવે છે તેવી ગાયકવાડી સમયની ઘડિયાળ કલેક્ટર બંગલામાંથી ગુમ છે, તેની તપાસ પણ ચાલી રહી છે ત્યારે હવે આયુષ ઓક સામે સરકારે શિસ્ત ભંગ પગલા લઈને તેને ફરજ મુક્ત કર્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવશે. તો આયુષ ઓકની મુશ્કેલીમાં વધારો ચોક્કસ થતો જોવા મળશે.

  1. મોદી મંત્રીમંડળ 3.0: ગુજરાતના છ સાંસદોને સ્થાન મળ્યું, ચાલો જાણીએ ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ વિશે... - PM Modi Cabinet
  2. વિધાનસભા પેટા ચૂંટણી 2024 માં ચૂંટાયેલા નવ નિયુક્ત ધારાસભ્યોએ શપથ લીધા - Assembly by election 2024

ABOUT THE AUTHOR

...view details