વડોદરાઃગુજરાતમાં હાલના દિવસોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેકને કુદરતના મારનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં પણ છેલ્લા કેટલાક કલાકો તો જાણે લોકો માટે શ્વાસ અધ્ધર થઈ જાય તેવા રહ્યા છે. એક તરફ પૂરના પાણીની ચિંતા તો બીજી તરફ પાણીમાં મગરની ચિંતા. જ્યાં કપરી સ્થિતિમાં ઘણા લોકો માનવતા પણ મહેકાવી રહ્યા છે.
કપરી સ્થિતિમાં એક બીજાનો ટેકો બન્યા
જ્યાં એક તરફ કહેવાય છે કે માણસ માણસનો થયો નહીં ત્યાં ઘણી ઘટનાઓ એવી પણ સામે આવે છે કે કુદરતે જેને ઘણું આપ્યું છે તે જરૂર પડ્યે અન્યોની મદદે પહોંચી જાય છે. આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. અહીં એક ખાનગી રેસ્ટોરાંના માલિકે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને માણસાઈનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. અહીં આ વીડિયોમાં આપ જોઈ શકો છો કો આ વ્યક્તિ જ્યાં દૂધ, પાણી સહિતની અન્ય સામગ્રીઓ ઉપરાંત ગરમાગરમ ભોજન સાથે લોકોની વચ્ચે પહોંચી આ બધી વસ્તુઓની વહેંચણી કરી રહ્યો છે. તેમણે અહીં 1200 જેટલા ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલનું વિતરણ પણ કર્યું છે. વડોદરાની હોપ્સ ફેમેલી નામની એક રેસ્ટોરાંના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિએ 1200 લોકોને ગરમાગરમ ભોજન અને દૂધ પહોંચે તેની વ્યવસ્થા કરી હતી.
વડોદરા પોલીસે પણ કર્યો સેવાયજ્ઞ
આ ઉપરાંત વડોદરા પોલીસ પણ ક્યાં પાછી પડે, વડોદરા વિભિષિકામાં આપદાગ્રસ્ત પરિવારો સુધી વડોદરા પોલીસના કર્મચારીઓ દ્વારા પીવાનું પાણી પુરુ પડાયું હતું. પોલીસ કમર સમા પાણીમાં ઉતરીને લોકોની મદદે હસ્તા મોંઢે પહોંચી હતી. ફતેગંજ વિસ્તારમાં પણ ખાખી આપત્તિગ્રસ્ત પરિવારો માટે પાણી લઈને પહોંચી હતી. પોતાના ઘર સુધી પાણી પહોંચતા લોકોના ચહેરા પર કેટલો આનંદ હતો એ પણ એક અલગ જ અનુભૂતિ આપનારો હતો. જ્યાં ત્યાં લક્ઝૂરિ પાછળની દોટ વચ્ચે એક બોટલ પાણી કેટલો સંતોષ આપી જાય છે તે અહીં જોવા મળ્યું હતું.
- ભારે વરસાદથી ફોદારા ડેમ ઓવરફ્લો: હેલિકોપ્ટર દ્વારા મધ્યરાત્રીરે 74 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું - evacuation of Porbandar people
- કચ્છમાં મોટા કાંડાગરા પાસે 67 જીવ પડીકે બંધાયા, 1નો જીવ ગયો, અન્યોને 7 કલાકના રેસ્ક્યૂ પછી બચાવાયા - Gujarat Flood