વાવ-થરાદ: સમગ્ર વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો અને સ્થાનિક આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો આજે નાયબ કલેક્ટર કચેરી ખાતે અરજીઓનો થપ્પો લઈને પહોંચ્યા હતાં અને વાવ થરાદને જિલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાવ-થરાદને રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને જીલ્લો જાહેર થતાની સાથે જ ભાભર અને દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ધાનેરા, દિયોદર, કાંકરેજના લોકોએ વાવ-થરાદ જિલ્લામાં ના રહેવા માટે આવેદનપત્ર આપી આંદોલન કર્યું હતું. જ્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે વાવ-થરાદ સુઈગામ તાલુકાના આગેવાનો આજે અરજીઓના થપ્પા સાથે નાયબ કલેકટરને મળ્યા હતાં અને વાવ-થરાદ જિલ્લો યથાવત રાખવા માટેની માંગ કરી હતી. લોકોએ વાવ-થરાદ જીલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
વાવ-થરાદને નવા જિલ્લાના સમર્થનમાં ઉમટ્યા લોકો (Etv Bharat Gujarat) સમગ્ર વાવ તાલુકાના તમામ સંગઠનો તમામ સંસ્થાઓ તેમજ સરપંચો સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં આજે થરાદ નાયબ કલેકટર કચેરી ખાતે 3,000 જેટલી અરજીઓ લઈને પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી, વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાતાં ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમે સરકારનો આભાર માનીએ છીએ.
સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, ''અમને પાલનપુર દૂર પડતું હોય સરકાર દ્વારા અમારી રજૂઆતોને લઈને વાવ-થરાદ જે જીલ્લો જાહેર કરવામાં આવ્યો છે, તે અમને મંજૂર છે અને અમે એ બાબતની ખુશી વ્યક્ત કરીએ છીએ કે, જ્યારે અમને વાવ-થરાદ જીલ્લો જાહેર થતાં જ સ્થાનિક સંગઠનો, સંસ્થાઓ, સરપંચ, સંગઠન, તલાટી સંગઠન તેમજ ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો સાથે આજે અમે 3000 ઉપરાંત અરજીઓ આપી છે, અને અમને વાવ-થરાદ જિલ્લાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. વાવ-થરાદ જિલ્લો બનશે એટલે અમારે કોઈ પણ સરકારી કામ કરવું હશે તો સહેલાઈથી થઈ શકશે, જેથી અમે વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપીએ છીએ અને વાવ થરાદ જિલ્લો આવો જ જોઈએ તેવી માંગ કરી છે''.
- બનાસકાંઠા વિભાજન: અડધા હનુમાનજીના ભરોસે તો, અડધા સરકારના ભરોસે
- 'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે', 'થરાદ નથી જવું', ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ