વડોદરા:શહેર વિતેલા ત્રણ દિવસથી પૂરનો સામનો કરી રહ્યું છે. આજ સવારથી વિશ્વામિત્રી નદીનું પાણી ઓસરતા રાહતના સમાચાર આવવાના શરૂ થયા છે. તેવામાં વડોદરાવાસીઓની મદદ માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા છે, સાથે તેમણે તમામ મહત્વના ચૂંટાયેલા અને સરકારી અધિકારીઓ સાથે બેઠક લીધી છે. જેમાં પૂરગ્રસ્ત લોકોને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ ઉપર ઝીણવટભરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. શહેરના લોકો ઝડપથી આ મુસીબતોમાંથી બહાર આવે તેવા પ્રયત્ન કરવા અપીલ કરી.
ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે: પૂરગ્રસ્ત લોકોની સ્થિતિ નિહાળી ઉચ્ચ સ્તરે બેઠક યોજી - Harsh Sanghvi visited Vadodara
ભારે વરસાદના પરિણામે પૂરગ્રસ્ત વડોદરા શહેરની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા છે. આવતાની સાથે જ તેમણે શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી છે. વધુ વિગતો જાણવા માટે વાંચો આ અહેવાલ. Harsh Sanghvi visited Vadodara
હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી (Etv Bharat Gujarat)
Published : Aug 29, 2024, 5:34 PM IST
ગૃહમંત્રી શહેરીજનો વચ્ચે જઈને પરિસ્થિતિ નિહાળી:મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, બેઠકમાં પાણી ઓસર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય અંગેની કામગીરી ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે. બેઠક બાદ ગૃહમંત્રી લોકોની વચ્ચે જઇને તેમની હાલચાલ જાણશે તેવી શક્યતાઓ છે. પૂરની સ્થિતી અંગે બારીકાઇ પૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં મેયર, સાંસદ, ધારાસભ્યો તથા પાલિકા તથા અન્ય પદાધિકારીઓ હાજર છે.