પોરબંદર :ભારતીય સંસ્કૃતિમાં હોળીનું અનેરું મહત્વ છે. હોળીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવતી હોય છે, ત્યારે પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં અંધજનો અને દિવ્યાંગજનો સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હતી. આ તકે અર્જુન મોઢવાડિયાએ પણ પ્રજ્ઞાચક્ષુઓ સાથે તિલક હોળી રમી જીવનમાં ખુશીના રંગ પૂર્યા હતા.
પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળીની ઉજવણી :પોરબંદરમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ડીજેના તાલે હોળીની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ લોકોમાં વિશિષ્ટ શક્તિ રહેલી છે. તેમને રોજગારી અને રહેઠાણ જેવા અધિકાર મળે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. હોળીની શરૂઆત કરી બધા દિવ્યાંગજનો સાથે તિલક હોળી રમી હોળીના બધા જ રંગ તેમના જીવનમાં પુરાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.