ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં હોળી-ધુળેટી પર્વે આકસ્મિક સંજોગોમાં સારવાર આપવા માટે 108 ખડે પગે તત્પર - Holi 2024

હોળી-ધુળેટીના પવિત્ર પર્વમાં 108 ઈમરજન્સી મેડિકલ સેવા અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ગુજરાતના નાગરિકોને આરોગ્ય સારવાર આપવા માટે તૈયાર છે. આ આનંદના પર્વમાં કોઈપણ કટોકટી સમયે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Holi 2024 Surat District 108 Emergency Services Health Sector

સુરતમાં હોળી-ધુળેટી પર્વે સારવાર આપવા માટે 108 ખડે પગે તત્પર
સુરતમાં હોળી-ધુળેટી પર્વે સારવાર આપવા માટે 108 ખડે પગે તત્પર

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 7:31 PM IST

સુરતમાં હોળી-ધુળેટી પર્વે સારવાર આપવા માટે 108 ખડે પગે તત્પર

સુરતઃ સ્નેહ, રંગ અને વસંતના તહેવાર તરીકે હોળી ઓળખાય છે. 2 દિવસના આ તહેવારમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે, લોકો કાચું નાળિયેર અને મકાઈ અગ્નિમાં અર્પણ કરે છે. બીજા દિવસે ધુળેટીમાં રંગીન પાણી, રંગોની પિચકારીથી એકબીજાને રંગે છે. તહેવારના આ દિવસોમાં આકસ્મિક સંજોગો સર્જાય તો 108 નાગરિકોની સેવામાં ખડે પગે છે.

108 સેવા સતત અને સુરક્ષિતઃ EMRI GHSના સીઓઓ જશવંત પ્રજાપતિએ નાગરિકોને આનંદમય અને સુરક્ષિત હોળીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દરેક તહેવારોમાં ઈમરજન્સી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના હોય છે. આ વર્ષે હોળીના તહેવારમાં ઈમરજન્સી કેસો અને મિની વેકેશનના કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ અકસ્માતોના કેસ વધી શકે છે. અન્ય ઈજાના કેસોમાં પડી જવું, શારીરિક હુમલા વગેરેનો સમાવેશ થાય છે. હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોમાં વધારાને પહોંચી વળવા તથા નાગરિકોને હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે.

સફળતાના 16 વર્ષઃ હોળી-ધૂળેટીમાં 108 સેવા નાગરિકોને ઈમરજન્સી સેવા આપવા માટે તત્પર છે. 108 EMS એ 16 વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા છે. જેમાં છેલ્લા ૧૬ વર્ષમાં 1.57 કરોડ કરતાં વધુ ઈમરજન્સીમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. 108 એમ્બ્યુલન્સમાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને હેન્ડલ કરવા માટે તાલીમબદ્ધ EMT અને પાઈલટ સાથે તમામ પ્રકારના એડવાન્સ મેડિકલ ઈક્વિપમેન્ટ અને દવાઓ હોય છે.

260 જેટલા વોરિયર્સ ખડે પગેઃ સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડા અને ડેટાને આધારે આ વર્ષે દરમિયાન હોળીના દિવસે 3.77% અને ધુળેટીમાં 59.42% કેસ વધારો થવાની શક્યતા છે. તેથી સુરત શહેરમાં 46 અને સુરત ગ્રામ્યમાં 16 એમ્બ્યુલન્સ સાથે 260 જેટલાં વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી તથા ઘરથી દૂર રહી ચોવીસ કલાક સેવાના સંકલ્પ સાથે ખડે પગે ફરજ બજાવશે.

  1. Junagadh Maha Shivratri Melo : મહાશિવરાત્રી મેળામાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની ઉમદા કામગીરી સામે આવી
  2. Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ

ABOUT THE AUTHOR

...view details