ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો, કાર ચાલક ફરાર - Hit and run case in Nikol - HIT AND RUN CASE IN NIKOL

અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રોડ પર ચાલી રહેલા લોકોને પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી.

અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો કિસ્સો
અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો કિસ્સો (Etv Bharat Gujrat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 10:49 PM IST

અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનનો કિસ્સો (Etv Bharat Gujrat)

અમદાવાદ:શહેરમાં દિવસેને દિવસે હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. હવે નિકોલ વિસ્તારમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રોડ પર ચાલી રહેલા લોકોને પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી છે. એક પરિવારના બાળક સહિત ત્રણ લોકોને ઉછાળી દીધા હતા.અકસ્માત બાદમાં કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હોવા છતાં તે ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

શું છે સમગ્ર ઘટના: નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની,16 માસની દીકરી અને સાડા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સની સામે રોડની સાઈડમાં તેઓ ઉભા હતા અને તેમની દીકરીને સાયકલ પર બેસાડતા હતા. આ દરમિયાન એક ફોરવીલર ચાલક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. જેણે ચારેય લોકોને ટક્કર મારી હતી. જેમાં અંકિતભાઈ ઉછાળી દૂર સુધી ફેકાયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો પણ જમીન પર પટકાયા હતા. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી:ચારેયને ઇજા થતા 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં અંકિતભાઈને માથાના ભાગે ઇજા થઈ છે. જ્યારે તેમની દીકરીને પણ મોઢાના ભાગે ઇજા થઈ છે. આ ઉપરાંત તેમના સાડા અને પત્નીને પણ શરીરે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અકસ્માતનો ભોગ બંને અંકિતભાઈ જણાવ્યું હતું કે: કાર ચાલક અકસ્માત કરીને નાસી જ ગયો હતો. અમે 108 દ્વારા સારવાર માટે પહોંચ્યા હતા. મને ઈજા પહોંચી છે.મારી દીકરીને મોઢાના ભાગે ઈજા પહોંચી છે. મારા સાળાને મોઢાના અને હાથના ભાગે ઈજા થઈ છે. મોઢાના ભાગે ફેક્ચર પણ થયું છે. અમને એટલી જ આશા છે પોલીસ આરોપીને પકડી અને અમને ન્યાય મળે.

આરોપીની શોધખોળ ચાલુ:અંગે ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. ગાડી નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે.

  1. Surat Crime : ઓલપાડમાં હિટ એન્ડ રનની ઘટના, લારી લઇને ઘેદ જતાં યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details