સુરત: હાલમાં જ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા દમન મામલે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે બારડોલીમાં બુધવારે ગઈકાલના રોજ ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું. ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર તેમજ ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને દમન થઈ રહ્યાં છે. જેને પગલે દેશભરમાં આક્રોશ વધી રહ્યો છે.
આજે સુરતના બારડોલી ખાતે ઐતિહાસિક સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. સૌ પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિવિધ પ્લેકાર્ડ સાથે રેલીમાં જોડાઈ હતી.
બાંગ્લાદેશમાં હિંદુ પર થતા અત્યાચારો રોકવા ધરણા અને રેલી યોજાઈ (Etv Bharat Gujarat) આવેદન પત્ર અપાયું:બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનથી નીકળેલી રેલી બારડોલીના રાજમાર્ગ ઉપર નિકળી હતી. સ્વરાજ આશ્રમ મેદાન મુદિત પેલેસ થઈ જલારામ મંદિર થી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નિકળી હતી. પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું. જ્યાં બાંગ્લાદેશમાં હિંદુઓના જીવ પણ ગયા છે તેમજ કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું હતું. અને બાદમાં રાજ્યના મુખ્ય મંત્રી, વડા પ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પણ આપવામાં આવ્યું હતું.
હિંદુ સંગઠનના આગેવાન વિક્રમસિંહ ભાટી એકહ્યું કે,' આજે બારડોલીમાં હિંદુ રક્ષા સમિતિ દ્વરા બારડોલી અને સુરત ગ્રામ્યના તમામ હિંદુ સમાજના નાતિજાનિના ધાર્મિક સંસ્થાના પ્રમુખો સાથે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને અને ઇસ્કોનના પુજ્ય ચિન્મય દાજીની ગિરફતારી થઈ છે તેના વિરોધમાં આજે બારડોલી ખાતે ધરણા અને રેલી સ્વરૂપમાં પ્રાંત અધિકારીએ આવેદન પત્ર આપીને અમારી જે માંગણી છે કે ચિન્મય દાજીને તાત્કાલિક મુક્ત કરો. હિંદુઓ પર થતા અત્યાચારને બંધ કરાવામાં આવે. હિંદુ મંદિરો પર હુમલો થઈ રહ્યો છે તેને બંધ કરાવવામાં આવે. જ્યાં હિંદુઓ પર અત્યાચાર થયા છે તેને કાનુની મદદ મળે અને ન્યાય મળે તે સાથેની આજનો અમારો ધરણાનો કાર્યક્રમ હતો.'
આ પણ વાંચો:
- સ્ટેટ GSTના સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢમાં દરોડા, 186 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ
- તાપીમાં પડ્યા બાંગ્લાદેશમાં હિંસાના પડઘા, હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન