ગુજરાત

gujarat

ETV Bharat / state

Himachal Political Crisis: મેં રાજીનામું નથી આપ્યું, અમે યોદ્ધા છીએ અને યુદ્ધ લડીશું, અમારી સરકાર 5 વર્ષ સુધી ચાલશે- સુખવિંદર સિંહ

હિમાચલ પ્રદેશમાં મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુના રાજીનામાના સમાચાર હેડલાઈન્સ બન્યા હતા. આ સમાચારને મુખ્યપ્રધાને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે મેં રાજીનામું આપ્યું નથી. અમારી સરકાર પાંચ વર્ષ ચાલશે. અમે યોદ્ધા છીએ અને અમે જાણીએ છીએ કે યુદ્ધ કેવી રીતે લડવું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Himachal Political Crisis

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 2:37 PM IST

મેં રાજીનામું નથી આપ્યું- સીએમ સુખુ
મેં રાજીનામું નથી આપ્યું- સીએમ સુખુ

શિમલાઃ હિમાચલમાં અફવાઓનું બજાર ગરમ છે તેમાં મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર 5 વર્ષ ચાલશે. મેં રાજીનામું આપ્યું નથી. ભાજપના ઘણા ધારાસભ્યો પણ મારા સંપર્કમાં છે. અમારી સરકાર પાસે સંપૂર્ણ બહુમતિ છે. અમે યોદ્ધા છીએ અને આ યુદ્ધ અમે પૂરી તાકાતથી લડીશું. ભાજપના નેતાઓ નાટક કરી રહ્યા છે. ભાજપના લોકો બહુ સારા કલાકાર છે. તેઓ જે પ્રચાર કરી રહ્યા છે તે ચાલવાનો નથી. અમે બજેટમાં અમારો મેન્ડેટ સાબિત કરીશું. ગૃહમાં ભારતીય જનતા પાર્ટીનું વર્તન અયોગ્ય છે.

રાજકીય સંકટ ઘેરાયુંઃહિમાચલ પ્રદેશમાં હાલમાં રાજકીય સંકટ ગાઢ બની રહ્યું છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ સુખુ સરકારની ચિંતા વધારી દીધી છે. આ સાથે જ કેબિનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહે પણ પ્રધાન પદેથી રાજીનામું આપીને સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. વિક્રમાદિત્યે મુખ્યપ્રધાન સુખુ અને કોંગ્રેસ હાઈકમાન્ડ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે સુખુ સરકાર પર કોંગ્રેસના ધારાસભ્યોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મારુ વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન સુખુ અને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અમારા વિચારોની અવગણના કરવામાં આવી હતી.

નારાજ કાર્યકરોનું હલ્લાબોલઃ હિમાચલ પ્રદેશમાં અત્યારે ભાજપ તેનું સંખ્યાબળ મજબૂત કરવામાં વ્યસ્ત છે. જો કે વિધાનસભા અધ્યક્ષે વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. વિપક્ષના નેતા બજેટ અંગે ગૃહમાં મતોના વિભાજનની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો જ્યારે શિમલા પરત ફર્યા ત્યારે નારાજ કાર્યકરોએ વિધાનસભાની બહાર તેમના વાહનોને ઘેરી લીધા હતા અને તેમને અંદર જતા અટકાવ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ધારાસભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે યેનકેન પ્રકારે સ્થિતિ કાબૂમાં લીધી અને ધારાસભ્યોના વાહનને વિધાનસભાના ગેટની અંદર મોકલવામાં સફળ રહી હતી.

  1. Himachal Political Crisis: ભાજપના 15 ધારાસભ્યો સસ્પેન્ડ, વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
  2. Himachal Political Crisis: કોંગ્રેસ માટે સરકાર બચાવવી પડકાર પણ સુખવિંદર સુખુની CMની ખુરશી જવી નિશ્ચિત

ABOUT THE AUTHOR

...view details