અમદાવાદ:વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ન્યુ સનરાઇઝ સ્કૂલના 12 નિર્દોષ બાળકો તેમજ 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતા. આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. સોમવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં હાઇકોર્ટે સુનવણીમાં મોટો ફેસલો આપતા આ કેસના પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે તમામ પાંચ આરોપીની જામીન મંજૂર કરી છે. આ તમામ જામીન મંજૂર થનાર આ 5 આરોપીઓના નામ પરેશભાઈ શાહ, શાંતિલાલ સોલંકી, નિલેશ જૈન, વાત્સલ શાહ અને નયન ગોહિલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી 2024 ના રોજ વડોદરામાં આવેલા હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ પામ્યા હતા. આ બાળકો પોતાની શાળાથી પિકનિક ગયા હતા. અને ત્યાં આ દુર્ઘટના સર્જાઇ હતી.
તમને જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટિયા પ્રોજેક્ટ નામથી એક ખાનગી પેઢીને તળાવ પ્રોજેક્ટના વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં આરોપી પરેશ અને વત્સલ શાહ આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે. 'ડોલ્ફિન એન્ટર ટેનમેન્ટ'ના માલિક નિલેશ કોટિયા દ્વારા આ પ્રોજેક્ટ માટે સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને બોટમેન નયન ગોહિલ હતો. આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો છે. આ અંગેના ઓર્ડરની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:
- "સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે, યોજનાઓ માત્ર કાગળ પર જ"- MP ગેનીબેન ઠાકોર - Disha committee meeting
- Vadodara News : હરણી તળાવ બોટ દુર્ઘટનાના 12 દિવસ, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સામાજિક કાર્યકરોએ મૂંડન કરાવ્યું