ગુજરાત

gujarat

ETV Bharat / state

દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ: ભાવનગરના આ મહિલા બનાવે છે નવા લૂકમાં બંગડી - Bangle artist from Bhavnagar - BANGLE ARTIST FROM BHAVNAGAR

નવલા નોરતામાં પહેરવેશ સાથે સ્ત્રીઓ અને યુવતીઓ માટે શણગારમાં હાર, બંગડી કે બ્રેસલેટ જરૂરી હોય છે. આથી યુવતીઓ બંગડીઓ અને બ્રેસલટ હંમેશા એન્ટીક શોધતી હોય છે. ત્યારે દરેકને એક પીસમાં બંગડીઓ અને બ્રેસલેટ મળી રહે તેવું નવીનીકરણ ભાવનગરની મહિલાએ કર્યું છે. ચાલો જાણીએ આ રસપ્રદ બંગડીઓ બનવવાની વાર્તા વિશે. Bangle artist from Bhavnagar

ચાલો જાણીએ આ રસપ્રદ બંગડીઓ બનવવાની વાર્તા વિશે
ચાલો જાણીએ આ રસપ્રદ બંગડીઓ બનવવાની વાર્તા વિશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 5:02 PM IST

યુવતીઓ બંગડીઓ અને બ્રેસલટ હંમેશા એન્ટીક શોધતી હોય છે (Etv Bharat Gujarat)

ભાવનગર: જિલ્લામાં નવરાત્રીમાં મનમૂકીને ગરબા રમતી યુવતીઓ માટે શણગારનું મહત્વ વધારે હોય છે. ત્યારે ETV BHARATએ વેસ્ટમાંથી બેસ્ટ કરીને નવીનીકરણ સાથે બંગડીઓ તૈયાર કરનાર વ્યક્તિ સાથે વાત કરી છે. બંગડીઓમાં નવીનીકરણ કરનાર શિલ્પાબેનનો વિચાર આજે યુવતીઓમાં ખૂબ આવકારાઈ રહ્યો છે. શુ છે એ નવી બંગડીઓ? અને શિલ્પાબેનની આ બંગડીઓ વિશે શું છે મહિલાઓનો મત? ચાલો જાણીએ.

દરેકને એક પીસમાં બંગડીઓ અને બ્રેસલેટ મળી રહે તેવું નવીનીકરણ ભાવનગરની મહિલાએ કર્યું છે (Etv Bharat Gujarat)

મનમાં વિચાર આવ્યો અને અમલ કર્યોને મળી સફળતા:ભાવનગર શહેરના રહેવાસી અને ગૃહિણી તરીકે રહેતા શોલ્પાબેન આજે સ્ટાર્ટ અપ અંતર્ગત ખૂબ લોકપ્રિય પણ બન્યા છે. શિલ્પાબેને નવી બંગડીઓનું સર્જન કર્યું છે. તેમને ઘરમાં બેઠા બેઠા વિચાર આવ્યો અને પોતાના માટે બંગડીઓ વેસ્ટમાંથી બનાવી અને તે તૈયાર થતા તેનું સુંદરતાએ શિલ્પાબેનનું મન મોહી લેતા તેમને આગળ વધવાની શરૂઆત કરી હતી. આજે તેઓ બંગડીઓ, બ્રેસલેટ જેવી હાથ બનાવટી ચિજો બનાવે છે.

દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ (Etv Bharat Gujarat)
દરેકને એક પીસમાં બંગડીઓ અને બ્રેસલેટ મળી રહે તેવું નવીનીકરણ ભાવનગરની મહિલાએ કર્યું છે (Etv Bharat Gujarat)

શિલ્પાબેને આગળ વધાર્યો વ્યવસાય:ETV BHARAT એ શિલ્પાબેન સાથે વાતચીત કરી તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ત્રણ વર્ષથી આ કામ કરું છું. મને હંમેશા અલગ અલગ નવું શીખવાનું જાણવાનું બહુ ગમે એટલે મેં વેસ્ટ કપડાંમાંથી આ બંગડીઓ બનાવવાનું શરૂ કર્યું. આપણે જે ડ્રેસ સાથે મેચિંગ ઘરેણાં પહેરવા હોય એનામાંથી મને આઈડિયા આવ્યો, કે હું આ બંગડી ઉપર વીંટાળીને હું મારી રીતે મેચિંગ સેટ બનાવુ તો કેવું લાગે. મે એક વાર આ બનાવવાનો પ્રયાસ કર્યો અને મને બહુ મસ્ત લાગ્યો અને લોકોને પણ સરસ લાગ્યો. પહેલા હું વેસ્ટમાંથી આ તમામ પ્રકારના ઘરેણાં બનાવટી હતી અને અત્યારે હું પોતે કાપડ લાવીને બધા બેંગલ્સ બનાવું છું અને બધા મારી પાસેથી ખૂબ ખરીદી કરે છે.

વેસ્ટમાંથી બેસ્ટ કરીને નવીનીકરણ સાથે બંગડીઓ તૈયાર કરી છે (Etv Bharat Gujarat)
વેસ્ટમાંથી બેસ્ટ કરીને નવીનીકરણ સાથે બંગડીઓ તૈયાર કરી છે (Etv Bharat Gujarat)

બંગડીઓ સાથે બ્રેસલેટ અને બંગડીઓના ભાવ: શિલ્પાબેને જણાવ્યું હતું કે, હું બેંગલ્સ સાથે જ્વેલરી બનાવું છું, હાર નવરાત્રી માટે બનાવું છું. આ વસ્તુનો ભાવ મારી પાસે તો અત્યારે બહુ રિઝનેબલ છે, પણ ઓનલાઇન આ પ્રોડક્ટનો ભાવ ખૂબ ઊંચો હોય છે. અત્યારે હું જાતે બનાવું છું એટલે સ્તકલા વિભાગ દ્વારા જે સ્ટોલ આપવામાં આવે છે ત્યાં અમે સેલ કરીએ છીએ, પણ ઓનલાઇન તો ડબલ પ્રાઈઝ હોય છે. આમ જોઈએ તો ભાવ 300, 400, 500 અને 600 સુધીના હોય છે.

દરેકને એક પીસમાં બંગડીઓ અને બ્રેસલેટ મળી રહે તેવું નવીનીકરણ ભાવનગરની મહિલાએ કર્યું છે (Etv Bharat Gujarat)
દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ (Etv Bharat Gujarat)
દરેક પોશાક માટે છે અહીં હાથ બનાવટી અવનવી બંગડીઓ (Etv Bharat Gujarat)

લોકોએ સ્વીકારી બંગડીઓ અવનવી: ભાવનગરની ગૃહીણી ગીતાબેન વિક્રમભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, અહીંયા બધુ એન્ટીક છે, બધુ જ હાથથી બનાવેલું છે. બહેનો દ્વારા બનાવેલી નવી જ વસ્તુ જોવા મળે છે. મેં મારી દીકરી માટે આ સરસ મજાનો સેટ લીધો છે મને ખૂબ જ ગમ્યો છે. આજની યુવા પેઢીને ગમે તેવું છે. અવનવું હોવાથી નવરાત્રીમાં આ વસ્તુઓની ખૂબ માંગ છે.

આ પણ વાંચો:

  1. આત્મનિર્ભર કરતી ભાનુબેનની "ભરતગુંથણની કળા", કચ્છની દિકરીઓને પણ કળાથી કમાણી કરતી કરી - kutch artist
  2. બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બન્યું આહ્લાદક નયનરમ્ય પ્રવાસન સ્થળ - Butterfly garden at statue of unity

ABOUT THE AUTHOR

...view details