ગુજરાત

gujarat

ETV Bharat / state

"હજી સુધી મને ઘણા લોકો હેલ્મેટ પહેરતા દેખાતા નથી": ગુજરાત હાઇકોર્ટમાં હેલ્મેટ અંગે સુનાવણી - GUJARAT HC ON HELMET

"દેશના બીજા રાજ્યમાં કેવી રીતે હેલ્મેટ ના નિયમને અમલવારી થાય છે વિચાર્યું છે?" HCમાં હેલ્મેટ અંગે સુનાવણીમાં શું થયું? - Gujarat HC on Helmet

File Pic
File Pic (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 6:26 PM IST

અમદાવાદઃગુજરાત હાઇકોર્ટમાં એક વખત હેલ્મેટ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હજી સુધી મને ઘણા લોકો હેલ્મેટ પહેરતા દેખાતા નથી.

હેલ્મેટ ટ્રાફિક પોલીસથી માંડીને સંબંધિત વિભાગને આકરી કાર્યવાહી કરવાની આદેશ વચ્ચે ગુજરાત હાઇકોર્ટે પોતાના સ્ટાફ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા માટે એક પરિપત્ર પણ ભાર પાડ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં આવતા તમામ કર્મચારીઓ માટે હેલ્મેટનો નિયમ ફરજિયાત કર્યો હતો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, હેલ્મેટ વિના ટુ વ્હીલર હંકારીને આવતા કર્મચારીઓને હાઇકોર્ટ સંકુલમાં જ પ્રવેશવા ન દેવામાં આવે. એટલે જો કોઈ કર્મચારી હેલ્મેટ વિના આવે તો એમને હાઇકોર્ટમાં પ્રવેશ મળશે નહીં. આ સંદર્ભે આજે પણ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સુનવણી હાથ ધરવામાં આવી. તે દરમિયાન હાઇકોર્ટે નારાજી વ્યક્ત કરતા કહ્યું કે, હજુ પણ હેલ્મેટની અમલવારી થતી હોય એવું લાગતો નથી.

તો આજથી કોર્પોરેશન અને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. હેલ્મેટની અમલવારી અંગે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો અને માહિતી આપવામાં આવી છે.

એડવોકેટ જનરલે આ અંગે કહ્યું કે, અન્ય રાજ્યમાં કેવી રીતે હેલ્મેટના નિયમ માલવારી થાય છે તે અંગે અમે વિચાર કર્યા છે. તહેવારોના સમયના અમે કડક અમલવારી નથી કરાવી રહ્યા. અમે લોકોને હેલ્મેટ પણ આપવાનું શરૂ કર્યું છે, આની સાથે ગરબા આયોજન પર પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમે દંડ પર ફટકારી રહ્યા છે અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે હેલ્મેટ પણ વિતરણ કરી રહ્યા છીએ.

હાઇકોર્ટે આના ઉપર સવાલ કર્યો છે દેશના બીજા રાજ્યમાં કેવી રીતે હેલ્મેટના નિયમને અમલવારી થાય છે, વિચાર્યું છે? શું તમે કોઈ સુધારો જોયો તમે કેવી રીતે આના ઉપર કામ કરી રહ્યા છો?

  1. વાહ! શું રંગોળી છે, જૂનાગઢના ચિત્રકારે નવયુવાન કલાકારોને આપી 10હજાર વર્ષ જૂની રંગોળી કળાની ટિપ્સ
  2. 'જીવ આપી દઈશું પણ જમીન નહીં', બાયપાસ રોડમાં સંપાદન થયેલી જમીને ખેડૂતોને રડાવ્યા

ABOUT THE AUTHOR

...view details