અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં હેલ્મેટના નિયમો અને ટ્રાફિકની સમસ્યા અંગે વારંવાર ટકોર કરવામાં આવે છે, તો પણ તેના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. ફરજિયાત હેલ્મેટ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. હાઇકોર્ટે કહ્યું કે "જે લોકો હેલ્મેટ વગર દેખાય એને ઓફિસના સમયે દરમિયાન ત્યાં જ રોકી રાખો, ભલે તેમને મોડુ થાય પણ તેમને ત્યાંથી હલવા ના દો, ઓફિસમાં જ્યારે તેમને ઠપકો પડશે ત્યારે તેમને ખબર પડશે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે"
આ અંગે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સુનાવણી કરતા હેલ્મેટ નિયમ અંગે કેટલું કામ કરવામાં આવ્યું અને અને હેલ્મેટ અમલવારી માટે શું પગલાં લેવામાં આવે તેના વિશે વિશ્લેષણ કર્યું. સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે, જો લોકો હેલ્મેટ નથી પહેરતા તો તેમને ત્યાં જ પકડીને રાખો, જેથી તેઓ ઓફિસ જતા હોય તો તેમને મોડું થાય તો જ તેમને ખબર પડશે કે હેલ્મેટ પહેરવું કે નહીં.