ગુજરાત

gujarat

ETV Bharat / state

લંપટ સાધુઓ સામે હરી ભક્તોમાં આક્રોશ, સત્સંગ મહાસભાના પ્રમુખ છાવરતા હોવાનો હરિભક્તોનો આક્ષેપ - devotees protest against monks - DEVOTEES PROTEST AGAINST MONKS

વડતાલ તાંબાના જુદા જુદા ત્રણ મંદિરના સાધુઓ દ્વારા લંપટલીલાઓ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના દ્વારા હરી ભક્તોની લાગણી દુભાઈ હતી. પરિણામે ચરોતરમાં મોટા પ્રમાણમાં હરિભક્તો દ્વારા આણંદ કલેકટર ઓફિસ બહાર દેખાવ કરવામાં આવ્યો હતો. જ્યાં લંપટ સાધુઓને સત્સંગ મહાસભાના પ્રમુખ છાવરતા હોવાનો હરિભક્તોનો આક્ષેપ છે. શું છે સંપૂર્ણ ઘટના જાણવા માટે વાંચો. devotees protest against monks

'લંપટ સાધુઓને હટાવો, સંપ્રદાય બચાવોના' નારા સાથે 'નૌતમ સ્વામીના હાય હાયના' નારા લગાવ્યા
'લંપટ સાધુઓને હટાવો, સંપ્રદાય બચાવોના' નારા સાથે 'નૌતમ સ્વામીના હાય હાયના' નારા લગાવ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 9:07 AM IST

વડતાલ મંદીર તરફથી થયેલ ફરિયાદ તે હરિભક્તને દબાવવા માટેનું આયોજન: હરી ભક્ત (Etv Bharat Gujarat)

આણંદ: જિલ્લાની કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. જ્યાં હતી ભક્તો દ્વારા વડતાલ મંદિરના કેટલાક સાધુઓના વાઇરલ થયેલા વિડિઓ અને તેના કારણે હરિભક્તોની દુભાતી લાગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ચરોતર પંથકના હરિભક્તો બપોરના સમયે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લાના વડા એવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સાધુઓની લંપટલીલાથી છવાયો હરી ભક્તોમાં રોષ (Etv Bharat Gujarat)

લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ: મોટી સંખ્યામાં ઉમટી આવેલ હારી ભક્તોએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે માંગણી લખી હતી કે, 'વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે અને થોડાક સમય પહેલા વડતાલ પોલીસ મથકે થયેલી ફરિયાદને રદ કરવામાં આવે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'વડતાલ મંદીર તરફથી થયેલ ફરિયાદ તે હરિભક્તને દબાવવા માટેનું આયોજન છે.' આમ નોંધવામાં આવેલ ફરિયાદને ભક્તો દ્વારા ખોટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હરિભક્તો બપોરના સમયે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું (Etv Bharat Gujarat)

સંપ્રદાય બચાવોના' નારા:કલેકટર કચેરીની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તો દ્વારા સૌ પ્રથમ તો સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ 'લંપટ સાધુઓને હટાવો, સંપ્રદાય બચાવોના' નારા સાથે 'નૌતમ સ્વામીના હાય હાયના' નારા લગાવ્યા હતા. હરિભક્તોને નૌતમ સ્વામી વિશે પૂછતા તેમને જણાવ્યું હતું કે, 'સંપ્રદાયને બદનામ કરતા આ લંપટ સાધુઓને નૌતમ સ્વામી છાવરે છે.'

સત્સંગ મહાસભાના પ્રમુખ છાવરતા હોવાનો હરિભક્તોનો આક્ષેપ (Etv Bharat Gujarat)

નિર્દોષ લોકો સામે પોલીસ એફ.આઇ.આર: રોષે ભરાયેલા હરિભક્તો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે, આટલો મોટો વિવાદ થયો તેમ છતાં પણ સંપ્રદાયના સત્તાધીશો દ્વારા આ તમામ બાબતો પર કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. ઉપરાંત રજૂઆત કરવા ગયેલા નિર્દોષ લોકો સામે પોલીસ એફ.આઇ.આર કરવામાં આવી છે. આથી નિર્દોષ હરિભક્તો સામે થયેલી આ એફ.આઇ.આર રદ કરવામાં આવે અને લંપટ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

  1. થરાદમાં ભગવાન જગન્નાથજીનું મામેરુ ભરાયું, 49 હજાર રૂપિયાનું ભવ્ય મામેરુ - Jagannath Rath Yatra 2024
  2. રથયાત્રાની સફળતા માટે ભાવનગર પોલીસ કટિબદ્ધ, 17.5 કિમી રૂટ પર થ્રી લેયર સુરક્ષા - Jagannath Rath Yatra 2024

ABOUT THE AUTHOR

...view details