સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામની સમૂહ વસાહત અને મુન્ના એજન્સી વિસ્તારમાં રહેતા લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા હર ઘર નલ યોજના હેઠળ કરોડોના ખર્ચે હજારો લીટરની પાણીની ટાંકીઓ બનવામાં આવી હતી. અને ઘરે ઘરે નળ પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા હાલ થોડાક જ મહિનાઓની અંદર અંડર ગ્રાઉન્ડ પાઇપો લીકેજ થઈ ગઈ છે. અને ઘણી જગ્યાએ નળ પણ નથી. જેને લઇને રોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
હર ઘર નળ યોજનાના ઉડ્યા ધજાગરા, ઓલપાડના કુડસડ ગામે ઠેર ઠેર લાઈનો લીકેજ - har ghar nal yojana 2024
ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં હર ઘર જળ યોજના કરોડોના ખર્ચે હજારો લીટરની પાણીની ટાંકીઓ બનવામાં આવી હતી. જેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતાં અંડર ગ્રાઉન્ડ પાઇપો લીકેજ થઈ ગઈ છે. જેના લીધે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે., har ghar nal yojana
Published : Jun 12, 2024, 4:34 PM IST
રસ્તાઓ પર પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે ગ્રામ પંચાયતના સત્તાધીશોને વારવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. તેથી સ્થાનિકોમાં રોષ જોવા રહ્યો છે. ઝડપથી ગ્રામ પંચાયત પાણીની લીકેજ લાઈનો રિપેર કરાવે એ હાલ જરૂરી બન્યું છે.
ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ ભાઈ એ જણાવ્યું હતું કે અલગ અલગ જગ્યાએ પાણીની લાઈનો લીકેજ થઈ હોવાની માહિતી મળી છે. અમારી ટીમને જાણ કરી દેવામાં આવી છે. રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.