ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતનું પ્રથમ અનાજ ATM ભાવનગરના ફાળે આવવાની શક્યતા : અનાજ ATM શું છે અને ક્યાં મળી શકે શહેરમાં પ્રથમ જાણો - Grain ATM in Bhavnagar - GRAIN ATM IN BHAVNAGAR

કેન્દ્ર સરકારમાં અન્ન અને પુરવઠામંત્રી નિમુબેન બાંભણીયા બન્યા બાદ પ્રથમ રાજ્યમાં ભેટ ભાવનગરને આપવા જઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યની ટીમો સાથે અનાજ ATM માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા તેમાં પોતાની ભૂમિકા ભજવી રહી છે. જાણો વિગતે

ગુજરાતનું પ્રથમ અનાજ ATM ભાવનગરના ફાળે આવવાની શક્યતા
ગુજરાતનું પ્રથમ અનાજ ATM ભાવનગરના ફાળે આવવાની શક્યતા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 6:22 PM IST

Updated : Jul 22, 2024, 9:08 PM IST

Gujarat's first grain ATM (Etv Bharat Gujarat)

ભાવનગર:નિમુબેન બાંભણીયા કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાવનગરમાં ગુજરાતનુ પ્રથન અનાજ ATM આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહાનગરપાલિકા સાથે રાખીને સ્થળ પસંદગીની પ્રક્રિયા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ અનાજ ATM કેવી રીતે ચાલશે અને કોના માટે છે જાણો.

ગુજરાતનું પ્રથમ અનાજ ATM બનાવવા પ્રયાસ: મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દિન-પ્રતિદિન ધબકી રહ્યું છે. વિકાસના અનેક કામો સાથે લોકોની સુખાકારી માટે તેને ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ છેવાડાના માણસોને તમામ જાતની સુવિધાઓ મળી રહે એવા હેતુ સાથે, જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે, ત્યારે કરોડો દેશવાસીઓને અનાજ મફત મળે અને સર્વાંગી વિકાસ માટે તેને આધારે નિર્ણય છે. ત્યારે તાજેતરમાં આપણા લોકલાડીલા સાંસદ ભાવનગરના નિમુબેન બાંભણીયા દ્વારા કેન્દ્ર સરકારની અંદર અને પુરવઠા રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી બન્યા છે. ત્યારે નિમુબેનના વિચાર મુજબ આ ગ્રીન એટીએમ બનાવવા માટેની એક વાત અમારા સુધી પહોંચી છે. ભાવનગરની અંદર નીમુબેન સીધા જોડાયેલા છે. આપણા સાંસદ છે. ત્યારે કેન્દ્ર સરકારની આ નવી યોજનાનો લાભ સીધો ભાવનગરને ગુજરાતમાં પ્રથમ મળે એવા આપણા સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયાસો અને તેમની ઈચ્છાએ ભાવનગરની અંદર અનાજ માટેનું એટીએમ શરૂ કરવાના એક પ્રયાસો શરૂ કર્યા છે.

Gujarat's first grain ATM (Etv Bharat Gujarat)

ATM અનાજનું કેવું હશે અને શું ફાયદો: મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ATMની અંદર આપણે બેન્કનું એટીએમ જોયુ છે. બાકીના ઘણા બધા એટીએમ જોયા છે. એમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું છે. 20 ટનથી વધારે કેપેસિટીવાળું, એની ટેન્ક ગોઠવવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકોને જે અનાજ મળવાપાત્ર છે. લોકો જઈને એમનો કોડ નાખશે, એમનો આધાર નંબર નાખશે, એમનો રેશનકાર્ડ નંબર નાખશે. જે પણ એટીએમની અંદર સિસ્ટમ ફીટ કરશે એમને મળવાપાત્ર પાંચ કિલો ચોખા, ત્રણ કિલો ઘઉં કે ખાંડ એ પણ મળવા પાત્ર છે. આ એટીએમ શરૂ થવાથી ફરિયાદો થતી હોય છે. ઘણી જગ્યાએ લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે. ઘણી વખત મજૂર વર્ગ હોય અને મજૂરી માટે જવાનું હોય તો એને સમય માટે પણ ઘણી અગવડતાઓ પડતી હોય છે. તો સમયની પાબંધી પણ નહીં નડે, એમના ટાઈમે એટીએમમાંથી જ્યારે અનુકૂળતા હશે ત્યારે આ અનાજ મળી શકશે.

શહેરનો એક વિસ્તાર પ્રાથમિક રીતે પસંદ: મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરની અંદર ગ્રીન એટીએમ શરૂ થાય એના પ્રયાસો ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે. કેન્દ્ર સરકારની ટીમ અને રાજ્ય સરકારની ટીમે ભાવનગર મહાનગરપાલિકાની મુલાકાત કરી છે. અમે ઘણી જગ્યાઓ સૂચવી છે, એ જગ્યાઓમાંથી એમને જે પણ રેફરન્સ અનુકૂળ થાય એ રેફરન્સ ઉપર એ લોકો એટીએમ શરૂ કરવા માંગે છે. હાલ પૂરતું કરચલીયા પરામાં પ્રાયોરિટી આપવા માટેનું એ લોકોનું પ્રાથમિક તારણ છે કે, ત્યાંની જે પ્રોપર્ટી છે તેને અનુકૂળ આવી રહી છે. તો આવી રીતે ભાવનગરનુ એક નવું નજરાણું આદરણીય નિમુબેન બાંભણીયાના નેતૃત્વ દ્વારા થવાનું છે.

  1. કચ્છનું કેદારનાથ: મુન્દ્રાના માનેશ્વર મહાદેવ મંદિરનું પુનઃનવનિર્માણ કેદારનાથ જેવું જ, જાણો શું છે મહિમા અને ઇતિહાસ - Kedarnath Temple of Kutch
  2. રાજકોટમાં નીટની પરીક્ષા 7 સ્થળે યોજાઈ હતી, કોઈ ગેર રીતી થઇ નથી: નીટ કો-ઓર્ડિનેટર - NEET RESULT
Last Updated : Jul 22, 2024, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details