અમદાવાદ:છેલ્લા ચાર દિવસ અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ લોકોના ઘરબાર, દુકાનો, ગાડીઓ પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે, તો મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ મસ મોટા ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.
AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસ વરસાદને લઈ ગાજ્યું, વૉક આઉટ કરતા પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠાવ્યા સવાલ - Ahmedabad Rain - AHMEDABAD RAIN
અમદાવાદમાં ઠેરઠેર વરસાદી પાણી ફરી વળ્યું. એક વરસાદ અને અમદાવાદના કરોડોના પ્રિ મોન્સુન પ્લાન અને કામગીરી પર પાણી ફરી વળ્યું. કોંગ્રેસ આ મુદ્દાને લઈને આજે સામાન્ય સભામાં આક્રમક જોવા મળી હતી પરંતુ કોંગ્રેસે આ દરમિયાન સભામાંથી વોકઆઉટ કરી લીધું હતું.- Ahmedabad Rain Updates
Published : Aug 28, 2024, 10:50 PM IST
ત્યારે આજરોજ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મળી હતી. જેમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં પડેલા અતિ ભારે વરસાદ અને વરસાદના કારણે અમદાવાદ શહેરના શહેરીજનોને પડતી હાલાકીનો વિષય ગુંજી ઉઠ્યો હતો.
કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરી પર ઉઠ્યા સવાલોઃઅમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પ્રિ મોનસુન કામગીરીને લઈ અને અમદાવાદ મહાનગરપાલિકા પર સીધા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે AMC દ્વારા ચોમાસા પહેલા કરોડોના ખર્ચે પ્રિ મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે પરંતું કમનસીબે શહેરમા પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા વપરાતા કરોડો રુપિયા ચોમાસા બાદ ભરાયેલા પાણીના લીધે પાણીમાંજ જતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી અને કરોડોના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુન એક્ટિવિટી વિશે વાત કરવામાં આવી ત્યારે સત્તા પક્ષના સભ્યો દ્વારા આ ચર્ચામાં ભાગ ન લેતા કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.